Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : ANDAR NI VAAT/ Administration alert due to torrential rains in Uttarakhand, Alaknanda on Ufan

VIDEO: ANDAR NI VAAT/ ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદથી પ્રશાસન એલર્ટ, અલકનંદા ઉફાન પર

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર ભારતના પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેહરાદૂન, હરિદ્વાર, રુદ્રપ્રયાગ સહિત અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની આશંકા વધી જતાં રાજ્યનું પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યના અનેક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે અને ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થાનિકો તેમજ પ્રવાસીઓને સાવચેત રહેવા અપીલ કરી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે આપત્તિ વ્યવસ્થાપન, પોલીસ અને SDRFની ટીમોને પણ સતર્ક રાખવામાં આવી છે. પહાડી માર્ગો પર મુસાફરી કરનારા લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા તેમજ હવામાનની માહિતી મેળવીને જ બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે. પ્રશાસન સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે જેથી કોઈપણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

App Store

બીજી તરફ ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અલકનંદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને રુદ્રપ્રયાગ વિસ્તારમાં નદીનું વહેણ વધુ તેજ બનતાં અનેક ઘાટો પર લોકોને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નદી કિનારાના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને નદીથી સુરક્ષિત અંતર જાળવવા સૂચના આપવામાં આવી છે. પ્રશાસન લાઉડસ્પીકર અને જાહેર સૂચનાઓ મારફતે સતત લોકોને સાવચેત રહેવા અપીલ કરી રહ્યું છે. નોંધનીય છે કે ગયા વર્ષે ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલન, માર્ગ અવરોધ અને જાનમાલના નુકસાન જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ જ અનુભવને ધ્યાનમાં રાખીને આ વર્ષે તંત્ર શરૂઆતથી જ વધુ સજ્જ બન્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પણ વરસાદી સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જ જરૂરી પગલાં લઈ શકાય.

બ્યુરો રિપોર્ટ જીએસટીવી