Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Viral Video/ Amazing Bonus: He piled up bundles of notes and said, "Take as much as you want...

Viral Video/ ગજબ બોનસઃ નોટોના બંડલોનો ઢગલો કરીને કહ્યું લઈ લો જેટલું લેવું હોય... બોસ હોય તો આવા!

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સોશિયલ મીડિયા પર અત્યારે ચીનની એક કંપની અને તેના ઉદાર દિલના બોસની જોરદાર ચર્ચા થઈ રહી છે. સામાન્ય રીતે કંપનીઓ દિવાળી કે વર્ષના અંતે બોનસમાં મીઠાઈ કે નક્કી કરેલા થોડા રૂપિયા આપતી હોય છે, પરંતુ આ બોસની રીત સાવ નિરાળી છે. અહીં કર્મચારીઓને કોઈ ફિક્સ બોનસ નથી મળતું, પણ ટેબલ પર કેશ (રોકડ) બિછાવી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે - "જેટલી ઉઠાવી શકો, એટલી લઈ લો!"

App Store

નોટોના ઢગલા વચ્ચે કર્મચારીઓની મોજ

ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વિશાળ હોલમાં ટેબલો પર નોટોના બંડલ ખડકાયેલા છે. આ કોઈ ફિલ્મનું શૂટિંગ નથી, પણ ચીનની 'હેનાન કુઆંગશાન ક્રેન કંપની લિમિટેડ' નો વાર્ષિક સમારોહ છે.

કર્મચારીઓ માટે એક અનોખી ચેલેન્જ રાખવામાં આવી હતી: એક નક્કી કરેલા સમયમાં તમારે નોટોના બંડલ ઉઠાવીને તેની ગણતરી કરવાની હતી. જે કર્મચારી તે સમયમાં જેટલી રકમ ગણી લે, તે બધી જ તેની! વીડિયોમાં કર્મચારીઓ ઉતાવળે નોટોના બંડલ ગણતા અને પોતાની પાસે ભેગા કરતા જોઈ શકાય છે.

નફાનો 70% હિસ્સો કર્મચારીઓમાં વહેંચી દીધો

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, આ કંપનીએ વર્ષના અંતે પોતાના 270 મિલિયન યુઆન (આશરે $39 મિલિયન) ના નફામાંથી 180 મિલિયન યુઆન ($26 મિલિયન) બોનસ તરીકે વહેંચી દીધા છે.

  • કુલ બોનસ: 180 મિલિયન યુઆન.

  • કર્મચારીઓની સંખ્યા: આશરે 7,000.

  • ખાસ આયોજન: 800 જેટલા જમવાના ટેબલ ગોઠવીને લાઈવ પ્રસારણ વચ્ચે આ રોકડ વહેંચવામાં આવી હતી.

કેમ કેશમાં જ આપે છે બોનસ?

કંપનીના માલિક કુઈ પેઈજુન પાસે કંપનીના 98.88% શેર છે. તેઓ હંમેશા કેશમાં જ બોનસ આપવા માટે જાણીતા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ વોશિંગ મશીન કે સોનાની વીંટી જેવી ભેટ કેમ નથી આપતા? ત્યારે તેમણે ખૂબ જ હૃદયસ્પર્શી જવાબ આપ્યો.

"એવું નથી કે મને પૈસા વહેંચવા ગમે છે, પણ આજનો યુવાન કાર લોન અને ઘરના હપ્તા (Mortgage) ના બોજ નીચે દબાયેલો છે. રોકડ આપવાથી તેમને સીધી મદદ મળે છે અને તેમનો બોજ હળવો થાય છે."

કંપનીનો ઈતિહાસ અને પરંપરા

2002માં સ્થપાયેલી આ કંપની ક્રેન અને ભારે મશીનરી બનાવે છે અને 130 દેશોમાં વેપાર કરે છે. આ પહેલીવાર નથી જ્યારે આ બોસ આટલા ઉદાર બન્યા હોય. 2024માં પણ તેમણે નફાનો મોટો ભાગ વહેંચ્યો હતો અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર 2,000 મહિલા કર્મચારીઓને લાખોનું વિશેષ બોનસ આપ્યું હતું.