VIDEO: VIRAL / બકરા સામે જંગે ચડ્યો માસૂમ બાળક, પછી બંને વચ્ચે થઈ જોરદાર લડાઈ, કેમેરામાં કેદ થયો અનોખો નજારો
સોશિયલ મીડિયા પર દરરોજ અનેક પ્રકારના વીડિયો શેર થતા રહે છે. જેમાં માણસોથી લઈને પ્રાણીઓ સુધીના કિસ્સાઓ સામેલ હોય છે. કેટલાક વીડિયો તો એવા હોય છે જેને જોઈને લોકો આખો દિવસ હસતા રહે છે. તો વળી, કેટલાક વીડિયો આપણને વિચારતા કરી મૂકે છે. આ સિવાય કેટલાક દ્રશ્યો એવા પણ હોય છે, જે કાયમ માટે યાદગાર બની જાય છે. આવી જ કડીમાં એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમને હસવું પણ આવશે અને આશ્ચર્ય પણ થશે. કારણ કે, એક માસૂમ બાળક અને બકરા વચ્ચે જે પ્રકારની લડાઈ થઈ, તેના વિશે આપણે વિચારી પણ ન શકીએ. લોકો આ મજેદાર વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માસૂમ બાળક અને બકરો આમને-સામને છે. બંને ફૂલ મૂડમાં જોવા મળી રહ્યા છે અને અનોખા અંદાજમાં એકબીજા સાથે ટક્કર લઈ રહ્યા છે. જે રીતે બંને એકબીજા સાથે માથું ભટકાવી રહ્યા છે, તેણે દરેક વ્યક્તિને હેરાન કરી દીધા છે. એવું લાગી રહ્યું છે કે બંનેમાંથી એકપણ બીજા સામે હાર માનવા તૈયાર નથી.

