VIDEO: VIRAL/ ગ્રોસરી સ્ટોરમાં કામ કરતાં ભારતીય યુવકને અમેરિકન નાગરિકે મારી થપ્પડો!
સોર્સ : GSTV
અમેરિકાના એક ગ્રોસરી સ્ટોરમાં રેસિઝમ અને વિવાદના મામલે એક અમેરિકન નાગરિકે ત્યાં કામ કરતા ભારતીય યુવકને સરેઆમ થપ્પડ મારી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધા હતા, જે હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સ્થાનિક અમેરિકન શખ્સ ભારતીય યુવક સાથે ઉગ્ર દલીલો કરતો અને ત્યારબાદ અચાનક તેના પર હાથ ઉપાડતો નજરે પડે છે. આ ઘટનાને પગલે વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા અને તેમની સાથે થતા આવા વ્યવહારને લઈને સોશિયલ મીડિયા પર લોકો ભારે રોષ ઠાલવી રહ્યા છે.

