Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : VIRAL / A leopard suddenly came in front of the devotees who were visiting the temple, see what happened next

VIDEO: VIRAL / મંદિર દર્શને જઈ રહેલા ભક્તો સામે અચાનક આવી ગયો દીપડો, જુઓ પછી શું થયું

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરૂપતિ બાલાજી મંદિર જતા ભક્તો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તિરુમાલાના પ્રસિદ્ધ અલીપિરી પગપાળા માર્ગ પર અચાનક એક ખૂંખાર દીપડો આવી ચડ્યો હતો. દીપડાને જોતા જ ત્યાં હાજર શ્રદ્ધાળુઓના હોશ ઊડી ગયા હતા અને ચારેય તરફ ચીસાચીસ મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઊભા થઈ જશે. આ ઘટના બાદથી મંદિર જતા ભક્તોમાં ભારે ફફડાટ અને દહેશતનો માહોલ છે.

App Store

લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિર પાસે દીપડો દેખાતા મચી ભગદડ

અહેવાલો અનુસાર આ ઘટના શુક્રવારે રાત્રે અલીપિરી પગપાળા માર્ગ પર આવેલા લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિર પાસે બની હતી. ભક્તો આરામથી સીડીઓ ચઢીને ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે જ અચાનક રસ્તા પર દીપડો આવી ગયો હતો. દીપડાને જોઈને ભીડ વિખેરાઈ જતી સ્પષ્ટ જોઈ શકાય છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે દીપડાને આટલો નજીક જોઈને ભક્તોમાં ભગદડ મચી ગઈ હતી. સદનસીબે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વનકર્મીઓએ સમય ગુમાવ્યા વિના શોરબકોર અને બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું, જેના કારણે દીપડો ડરીને પાછો ગાઢ જંગલ તરફ ભાગી ગયો હતો. વન વિભાગની આ તત્પરતાને લીધે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

આ ઘટના બાદ વહીવટી તંત્ર પૂરેપૂરું એલર્ટ મોડ પર આવી ગયું છે. વન વિભાગે ભક્તોની સુરક્ષા માટે અલીપિરી પગપાળા માર્ગ પર દેખરેખ અને ચોકી પહેરો ઘણો વધારી દીધો છે. અધિકારીઓએ ભક્તો માટે એક જરૂરી એડવાઈઝરી (સૂચના) જાહેર કરી છે. તંત્રએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈ પણ શ્રદ્ધાળુ આ રસ્તા પર એકલા ન ચાલે, પરંતુ હંમેશા ગ્રૂપમાં જ આગળ વધે. ખાસ કરીને રાત્રિના સમયે ખૂબ જ સાવધ રહેવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ અપીલ કરી છે કે જો કોઈને કોઈ વન્યજીવ દેખાય, તો તેની નજીક જવાનો કે તેને ભગાડવાનો પ્રયાસ બિલકુલ ન કરવો.

અલીપિરી પગપાળા માર્ગ એ તિરૂપતિથી તિરુમાલાની ટેકરી પર સ્થિત ભગવાન વેંકટેશ્વરના મંદિર સુધી જવાનો સૌથી જૂનો અને પરંપરાગત રસ્તો છે. આ રસ્તો અંદાજે 11 કિલોમીટર લાંબો છે, જેમાં ભક્તોએ 3,550 સીડીઓ ચઢવી પડે છે. આ આખો રસ્તો શેષચલમના ગાઢ જંગલોમાંથી પસાર થતો હોવાથી, અહીં અવારનવાર વન્યજીવો આવવાનો ભય રહે છે. આ માર્ગની દેખરેખ 'તિરુમલા તિરૂપતિ દેવસ્થાનમ' (TTD) કરે છે અને આ રસ્તેથી પગપાળા જતા ભક્તોને મંદિરમાં મફત દર્શનની સુવિધા પણ મળે છે.