પ્રેમ સાબિત કરવા ઇલેક્ટ્રિક શોક આપીને બોયફ્રેન્ડને પીડા આપી! જાણો કયા બન્યો ચોકાવનારો કિસ્સો

ચીનમાં એક મહિલાએ તેના બોયફ્રેન્ડને પોતાનો પ્રેમ સાબિત કરવા માટે એક વિચિત્ર રીત શોધી કાઢી, જેના પછી તે પુરુષનો જીવ જોખમમાં મુકાઈ ગયો. તેના બોયફ્રેન્ડના પ્રેમની પરીક્ષા કરવા માટે ગર્લફ્રેન્ડે તેને લેબર પેન અનુભવવા માટે ઇલેક્ટ્રિક શોક આપ્યો. તે પછી તે કઈ સ્થિતિમાં હતો તે જાણીને તમને આશ્ચર્ય થશે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટમાં એક અહેવાલ પ્રકાશિત થયો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે લગ્ન પહેલાં એક મહિલાએ તેના પ્રેમીને બાળકને જન્મ આપવો કેટલો પીડાદાયક છે તે સમજવા માટે ઇલેક્ટ્રિક શોક આપ્યો હતો. જે પછી લગભગ 9 મિનિટ પછી તેનો દુખાવો ધીમે ધીમે વધવા લાગ્યો જે પાછળથી અસહ્ય બની ગયો. જે બાદ તે વ્યક્તિને ઉલટી થવા લાગી. એક અઠવાડિયા પછી તેમને પેટમાં તીવ્ર દુખાવા સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
હેનાન પ્રાંતની આ મહિલાએ કહ્યું કે જ્યારે તે તેના બોયફ્રેન્ડને હોસ્પિટલ લઈ ગઈ ત્યારે ડોક્ટરોએ જોયું કે તેનું નાનું આંતરડું સંકોચાઈ ગયું છે. હવે પ્રેમીના પરિવારે આ સગાઈ તોડી નાખી છે. આ ઉપરાંત, તે યુવતી સામે કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે.
મહિલાએ દાવો કર્યો છે કે જ્યાં સુધી તેનો પ્રેમી સ્વસ્થ ન થાય ત્યાં સુધી તે તેની સંપૂર્ણ જવાબદારી લેશે. આ કૃત્ય બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ ગુસ્સે ભરાયા. તેણે કહ્યું કે લેબર પેન 10 મિનિટ સુધી રહે છે, તેં તેને જીવનભર પીડા આપી છે, પાગલ સ્ત્રી.

