Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : The robot's 'dangerous death', sparks from the body, and then collapse

VIDEO: રોબોટનું ‘ખતરનાક મોત’, શરીરમાંથી નીકળ્યાં તણખા, અને પછી થઈ ગયો ઢગલો

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચીનમાં એક હ્યુમનોઇડ રોબોટ (Humanoid Robot) રનિંગ ટેસ્ટ દરમિયાન બેકાબૂ થઈને સેફ્ટી વોલ સાથે અથડાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે રોબોટની કમર વળી ગઈ અને તેના શરીરમાંથી ચિંગારીઓ નીકળતી જોવા મળી. આ ઘટનાનો વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

App Store

રનિંગ ટેસ્ટ દરમિયાન બેકાબૂ થયો રોબોટ

મળતી માહિતી મુજબ, ચીનનો એક બે પગવાળો હ્યુમનોઇડ રોબોટ આગામી ‘વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સ’ (World Humanoid Robot Games) માટે ટ્રેનિંગ લઈ રહ્યો હતો. આ દરમિયાન રનિંગ ટેસ્ટમાં રોબોટ ખૂબ જ ઝડપથી દોડવા લાગ્યો હતો.

પરંતુ અચાનક રોબોટનું કંટ્રોલ (Control) ગુમ થઈ ગયું હતું. તે સમયસર બ્રેક લગાવી શક્યો નહોતો અને સીધો સેફ્ટી વોલ તરફ ધસી ગયો હતો.

જોરદાર ટક્કર બાદ શરીરમાંથી નીકળી ચિંગારીઓ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રોબોટ ઝડપથી દોડીને આગળ રહેલા બેરિયર (Barrier) તરફ જાય છે. તે રોકાવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેની ઝડપ એટલી વધારે હોય છે કે તે સેફ્ટી વોલ સાથે અથડાઈ જાય છે.

ટક્કર થતાં જ રોબોટનું શરીર કમર પાસેથી ઝડપથી વળી જાય છે અને તેના શરીરમાંથી ચિંગારીઓ (Sparks) નીકળતી જોવા મળે છે. થોડી જ ક્ષણોમાં રોબોટ જમીન પર પડી જાય છે.

આ દૃશ્ય જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે આ ઘટનાને મજાકમાં ‘રોબોટની મોત’ ગણાવી છે.

વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

આ વીડિયો 20 ઓગસ્ટે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ખૂબ ઝડપથી વાયરલ થયો છે. અહેવાલ મુજબ વીડિયોને અત્યાર સુધીમાં 1.9 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે.

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે રોબોટ એટલી ઝડપથી દોડ્યો કે તે સમયસર બ્રેક લગાવી શક્યો નહીં અને કુશન સાથે અથડાતા તેની કમર તૂટી ગઈ.

જોકે, ‘રોબોટની મોત’ શબ્દનો ઉપયોગ સોશિયલ મીડિયા પર મજાકિયા રીતે કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં આ એક મશીન છે અને અથડામણ બાદ તેને ભારે નુકસાન થયું હોવાનું વીડિયોમાં દેખાય છે.

2026માં યોજાશે વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સ

વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સનું પ્રથમ આયોજન 2025માં બેઇજિંગમાં થયું હતું. આ ઇવેન્ટમાં હ્યુમનોઇડ રોબોટ્સને વિવિધ સ્પોર્ટ્સ અને અન્ય પ્રવૃત્તિઓમાં સ્પર્ધા કરવા માટે એકસાથે લાવવામાં આવે છે.

વર્ષ 2026ની સ્પર્ધા વધુ મોટી બનવાની છે. તેમાં 50 ઇવેન્ટ્સમાં 666 ટીમો અને 2,056થી વધુ રોબોટ્સ ભાગ લેશે.

સ્પર્ધામાં રોબોટ્સ રનિંગ (Running) સહિત વિવિધ સ્પોર્ટ્સમાં ભાગ લેશે. આ ઉપરાંત ડાન્સ પરફોર્મન્સ (Dance Performance) જેવી પ્રવૃત્તિઓમાં પણ રોબોટ્સ પોતાની ક્ષમતા બતાવશે. કેટલાક રોબોટ્સ ફ્લેગ બેરર (Flag Bearer) તરીકે પણ કામ કરશે.

રોબોટ્સની વધતી ક્ષમતાઓ વચ્ચે રનિંગ ટેસ્ટ દરમિયાન બનેલી આ ઘટના હવે ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની દુનિયામાં ચર્ચાનો વિષય બની છે.