Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : The incident was captured on CCTV.

VIDEO : 20 કિલો ચાંદી, કરોડોનું સોનું અને રોકડા લઈને લૂંટારા ફરાર, CCTVમાં કેદ થઈ ઘટના

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : viral video

ચોર એક પછી એક ઘરેણાં બેગમાં મૂકી રહ્યા હતા, જ્યારે અમે તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે બંધ બંદૂકો બતાવવા લાગ્યા. તે ગાળો દઈને ધમકી આપવા લાગ્યા... આ કહેતા દુકાનનો કર્મચારી ધ્રૂજવા લાગ્યો. તેની આંખોમાં ભય હતો. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના બ્રિજ વિહારમાં આવેલી માનસી જ્વેલર્સની દુકાનમાં ધોળા દિવસે થયેલી લૂંટથી લોકોમાં ભયનો માહોલ છે. ગુરુવારે હથિયાર સાથે બે લૂંટારાએ દુકાનમાં લૂંટ ચલાવી હતી. બંને લૂંટારા લાખોના સોના-ચાંદીના દાગીના લઈને ભાગી ગયા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

App Store

24 જુલાઈ 2025ના રોજ આ ઘટના બપોરે 3:30 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે દુકાન માલિક શૌચાલય માટે બહાર ગયો હતો. તેનો પુત્ર શુભમ વર્મા અને એક નોકર અંદર હાજર હતા. ત્યારે બે લૂંટારા દુકાનમાં ઘૂસ્યા. બંનેએ પહેરેલા ટી-શર્ટ પર સ્વિગી અને બ્લિંકિટ લખેલું હતું. બંને લૂંટારાએ પહેલા નોકરને ધક્કો માર્યો, પછી પિસ્તોલ બતાવીને ધમકાવીને બેગમાં દાગીના ભરવાનું શરૂ કર્યું. લૂંટારાઓ લગભગ 20 કિલો ચાંદી, 125 ગ્રામ સોનું અને 20,000 રૂપિયા રોકડા લઈને ફરાર થયા હતાં.

લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ

આ ઘટના જ્વેલરીની દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંને લૂંટારુઓ ઝડપથી લૂંટ કરીને ફરાર થયા છે. વિડિયોમાં બંને લૂંટારુઓ ઘરેણાં બેગમાં નાખતા જોવા મળે છે. તેમજ એક લૂંટારુ દુર્વ્યવહાર કરતો જોવા મળે છે. ઘટનાની માહિતી મળતા જ લિંક રોડ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને તપાસ શરૂ કરી હતી.