Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : The bank was on holiday, thieves entered by making a tunnel, stole 300 crores!

બેંકમાં રજાઓ હતી, સુરંગ બનાવીને અંદર ઘુસ્યા ચોર, 300 કરોડ તફડાવી ગયા!

Timeછેલ્લું અપડેટ : 31 Dec 2025
લાઇવ ટીવીGoogle News
બેંકમાં રજાઓ હતી, સુરંગ બનાવીને અંદર ઘુસ્યા ચોર, 300 કરોડ તફડાવી ગયા!
સોર્સ : GSTV

જ્યારે લોકો નાતાલની રજાઓ મનાવી રહ્યા હતા અને બેંક સહિતની અન્ય સરકારી સંસ્થાઓ બંધ હતી, ત્યારે કેટલાક ગુનેગારોએ આ શાંત વાતાવરણનો ફાયદો ઉઠાવીને અત્યંત આરામથી એક મોટી ચોરીને અંજામ આપ્યો. જર્મનીની એક અતિ સુરક્ષિત બેંકમાં સુરંગ બનાવીને ઘૂસેલા ચોરોએ 3,000 જેટલી તિજોરીઓ તોડીને અંદાજે 300 કરોડ રૂપિયાથી વધુની મતાની ચોરી કરી છે.

App Store

जर्मनी के एक बड़े बैंक में चोर ड्रील मशीन से सुरंग बनाकर अंदर घुसे थे (Photo - X/ @theinformant_x)

અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું કે ચોરોએ પશ્ચિમ જર્મનીના અગ્રણી શહેર ગેલસેનકિર્ચનમાં આવેલી સ્પાર્કસે સેવિંગ બેંકમાં તિજોરીઓ તોડવા માટે એક મોટા ડ્રિલ મશીનનો ઉપયોગ કર્યો હતો. તેઓ સુરંગ બનાવીને બેંકની અંદર ઘૂસ્યા અને લોકરોમાંથી પૈસા તથા કિંમતી સામાન લઈને ફરાર થઈ ગયા.

પોલીસ પ્રવક્તાએ આ લૂંટની સરખામણી હોલીવુડ ફિલ્મ 'ઓશન્સ ઇલેવન' સાથે કરતા જણાવ્યું કે, આ કામ અત્યંત વ્યાવસાયિક રીતે કરવામાં આવ્યું હતું. ચોરોએ અંદાજે €30 મિલિયન (આશરે 300 કરોડ રૂપિયા) રોકડ અને કિંમતી સામાનની ચોરી કરી છે.

ચોર બેંકમાં કેવી રીતે ઘૂસ્યા?

ચોરી દરમિયાન ગુનેગારોએ રોકડ, સોનું અને આભૂષણોથી ભરેલી 3,000 થી વધુ તિજોરીઓ તોડી નાખી હતી. ગેલસેનકિર્ચન પોલીસે જણાવ્યું કે, સોમવારે સવારે જ્યારે ફાયર એલાર્મ વાગ્યું ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ. તપાસ દરમિયાન અંડરગ્રાઉન્ડ લોકર રૂમમાં બનેલી સુરંગ મળી આવી હતી. ત્યારબાદ પોલીસ અને ફાયર વિભાગના જવાનોએ આખી ઈમારતની તલાસી લીધી હતી.

રિપોર્ટ મુજબ, અપરાધીઓએ ઈમારતના પાર્કિંગ ગેરેજ દ્વારા બેંકના અંડરગ્રાઉન્ડ લોકર રૂમ સુધી પહોંચવા માટે ડ્રિલ કરીને એક કાણું પાડ્યું હતું. આ સુરંગ ચોરોને સીધા લોકર રૂમ સુધી લઈ ગઈ. ચોરી કર્યા બાદ તેઓ એ જ રસ્તેથી તમામ સામાન લઈને ભાગી છૂટ્યા હતા.

આસપાસના લોકોએ પોલીસને જણાવ્યું કે, તેમણે સવારે પાર્કિંગ ગેરેજની સીડીઓ પર કેટલાક લોકોને મોટા બેગ લઈ જતા જોયા હતા. સીસીટીવી ફૂટેજની તપાસમાં સોમવારે સવારે એક કાળી ઓડી કારમાં 6 શખ્સો પાર્કિંગ ગેરેજમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તે વાહનની લાયસન્સ પ્લેટ અગાઉ હનોવર શહેરમાંથી ચોરાઈ હતી.

બેંકના ગ્રાહકોમાં ચિંતામાં

આ ઘટના બાદ બેંકની બહાર ગ્રાહકોની ભારે ભીડ ઉમટી છે. આ બેંકમાં મોટી સંખ્યામાં તુર્કી મૂળના ગ્રાહકો હતા, જેમણે લોકરમાં સોનું અને દાગીના રાખ્યા હતા. જોકે તેમના સેફ ડિપોઝિટ બોક્સનો વીમો તો છે, પરંતુ તેમાં રાખેલા સામાનની કિંમત વીમાની રકમ કરતા ઘણી વધારે છે.

બેંક દ્વારા પ્રભાવિત ગ્રાહકો માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. મંગળવારે બેંકની બહાર ગ્રાહકોની ભારે ભીડને જોતા સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.