VIDEO : હે ગંગા મૈયા દયા કરો ! છાતી સુધી પાણીમાંથી માતા-પિતાએ બાળકને હેમખેમ બહાર કાઢ્યું
સોર્સ : viral news
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પૂરને કારણે ભયનાક સ્થિતિ હતી. ગંગા અને યમુના બંને પોતાના વિકરાળ સ્વરૂપે હતાં. પૂરના પાણીએ ઘણા રહેણાંક વિસ્તારોને ઘેરી લીધા હતાં. આ દરમિયાન પૂર સામે ઝઝૂમી રહેલા એક પરિવારનો એક વિડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યો છે, જેને જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે અને માતા-પિતાના પ્રેમ અને હિંમતની પ્રશંસા પણ કરી રહ્યા છે. વિડિયોમાં માતા-પિતા કોઈક રીતે તેમના બાળકને પૂરના પાણીથી બચાવતા જોવા મળે છે.
વાયરલ વિડિયો જોઈને તમને ફિલ્મ 'બાહુબલી: ધ બિગીનિંગ'ના લોકપ્રિય દૃશ્યની યાદ આવશે જેમાં રાણી શિવગામી પોતાના નવજાત બાળકને બચાવવા માટે નદી પાર કરે છે. આ તો થઈ ફિલ્મી દૃશ્યની વાત... પરંતુ વાસ્તવિક જીવનના આ વિડિયોમાં પણ માતા-પિતા પોતાના બાળકને માથા આગળ રાખીને ઊંડા પાણી પાર કરતા જોવા મળે છે.
વિડિયોમાં તમે જોશો કે માતા-પિતા છાતી સુધી પાણીમાં ડૂબી ગયા છે, પરંતુ તેમણે હિંમત ન હાર્યા અને પોતાના જીવની પરવા કર્યા વિના બાળકને બચાવવા આગળ વધ્યા. આ વિડિયો પ્રયાગ રાજના છોટા બગડા વિસ્તારનો છે, જ્યાં ગંગા અને યમુના બંને નદીઓનું પાણી રહેણાક વિસ્તારમાં ઘુસી ગયું છે, જેના કારણે ઘણા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અને જનજીવન ખોરવાઈ ગયું છે.

