Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : A young woman was caught in a fierce fight between two bulls

VIDEO : બે આખલા વચ્ચે ભયંકર લડાઈમાં યુવતી આવી અડફેટે, આ દૃશ્યો જોઈ તમારા રૂંવાડા પણ થઈ જશે ઊભા

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : viral video

સોશિયલ મીડિયા પર ઘણીવાર આખલાની લડાઈના વિડિયો વાયરલ થાય છે. આખલા ઘણીવાર રસ્તાઓ પર અથવા જાહેર સ્થળોએ તબાહી મચાવતા જોવા મળે છે. આવો જ એક વિડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે આખલા રસ્તા પર એકબીજા સાથે લડતા જોઈ શકાય છે. આ આકલા વચ્ચેની લડાઈ એવી હતી કે સ્કૂટર ચલાવતી એક છોકરી તેની લડાઈની અડફેટે આવી ગઈ.

App Store

આ વિડિયો છત્તીસગઢના રાયપુરનો હોવાનો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડિયો છત્તીસગઢના રાયપુર શહેરની સમતા કોલોનીનો હોવાનું કહેવાય છે. વિડિયોમાં બે આખલાની લડાઈ જોઈ શકાય છે. વિડિયોમાં બે આખલા પોતાના શિંગડાની તાકાત બતાવતા જોવા મળે છે. તે રસ્તાની વચ્ચે એકબીજા સાથે કુસ્તી કરી રહ્યા છે. આખલાના શિંગડાનો અવાજ, ઉડતી ધૂળ અને આસપાસનું વાતાવરણ એવું છે કે જાણે કુસ્તી ચાલી રહી હોય. બંને બળદો એકબીજાને હરાવવા માટે ઉત્સુક છે.

સ્કૂટી દીદીની એન્ટ્રી અને "ટર્નિંગ પોઈન્ટ"

આ દરમિયાન સ્કૂટી પર એક યુવતી પ્રવેશ કરે છે, જે ખુશીથી સ્કૂટી ચલાવી રહી હતી. આખલાને જોઈને યુવતીએ સ્કૂટી ફેરવવાનો પ્રયાસ કરતા જ આખલાની અડફેટમાં આવી ગઈ. યુવતી સ્કૂટી ફેરવી રહી હતી ત્યારે પાછળથી એક આખલાએ બીજા આખલાને એટલી જોરથી ધક્કો માર્યો કે તે ઠોકર ખાઈને સીધો યુવતી તરફ પડ્યો, જેના પછી યુવતી તેની સ્કૂટી સાથે રસ્તા પર પડી ગઈ. જોકે, આ વાયરલ વિડિયોનું GSTV પુષ્ટિ નથી કરતું.