VIDEO: VIRAL/ લો બોલો... પાકિસ્તાને આમાં પણ ઉતારી ભારતની નકલ! બનાવી દીધી 'કોકરોચ આવામી પાર્ટી'
‘કોકરોચ જનતા પાર્ટી’એ ઓછામાં ઓછું એટલું નામ તો કમાઈ લીધું છે કે હવે લોકો આ વિશે વાત કરી રહ્યા છે. રહી વાત પાકિસ્તાનની, તો હવે ત્યાંના યુવાનોએ પણ ભારતની નકલ કરીને ‘કોકરોચ આવામી પાર્ટી’ નામે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ બનાવી લીધું છે. જોકે 'આવામ'નો મતલબ પણ જનતા જ થાય છે. ભારતની CJPની જેમ જ પાકિસ્તાનમાં પણ આવા જ મળતા-આવતા સિસ્ટમ પર કટાક્ષ કરતા એકાઉન્ટ જોવા મળી રહ્યા છે.
પાકિસ્તાનની પોલિટિક્સમાં ક્રાંતિ?
પાકિસ્તાનમાં હંમેશાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેનાનું શાસન રહ્યું છે. એવામાં એવું કહેવું કે પાકિસ્તાનના યુવાનો દ્વારા ‘કોકરોચ આવામી પાર્ટી’ બનાવી લેવાથી કોઈ બહુ મોટો બદલાવ આવી જશે, તે ઉતાવળ ગણાશે. પરંતુ હા, એ તો ફેક્ટ છે જ કે કોકરોચ એટલી સરળતાથી નથી મરતા, ઉલટાનું મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જીવતા બચી જાય છે.
એવામાં એ જોવાનું રહેશે કે શું પાકિસ્તાનમાં શરૂ થયેલી આ 'કોકરોચ આવામી પાર્ટી' પોતાની જાતને પાકિસ્તાની રાજકીય પક્ષોની સામે ટકાવી રાખવા સક્ષમ બનશે કે નહીં. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર 'કોકરોચ આવામી પાર્ટી', 'કોકરોચ આવામી લીગ' જેવા ઘણા પક્ષો બની ગયા છે.
નકલ કરવામાં આવી છે!
કોકરોચ આવામી પાર્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલના કેપ્શનમાં જાતે જ લખ્યું છે કે, ‘હા, મેં કોપી કરી છે. પરંતુ શું ફરક પડે છે. ઉદ્દેશ્ય અમારો પણ સેમ જ છે.’ કોકરોચ આવામી પાર્ટીના પોસ્ટર પર 4 મુખ્ય બાબતો લખેલી છે. પહેલી- ‘આવામ (જનતા) અમારી તાકાત’, બીજી- ‘ઇન્સાફ અમારો વાયદો’, ત્રીજી- ‘આઝાદી અમારો હક’ અને ચોથી ‘પાકિસ્તાન અમારી ઓળખ.’
અમે કંટાળી ગયા છીએ…
પાકિસ્તાનની કોકરોચ આવામી પાર્ટીએ પોતાના વિશે લખ્યું છે કે, ‘આ આવામનો અવાજ છે, આ ન વેચાનારો છે, ન દબાનારો છે, ન ખતમ થનારો છે. અમે પાકિસ્તાનના ભ્રષ્ટાચારથી કંટાળી ગયા છીએ.’ આ પાર્ટી કહે છે કે, ‘અમને જેટલા દબાવશો, અમે એટલા જ પાછા ઉભા થઈને સામે આવીશું.’
કોકરોચ જનતા પાર્ટીની શું સ્થિતિ છે?
પાકિસ્તાનની CAP, ભારતની કોકરોચ જનતા પાર્ટીથી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભારતની CJPના ઇન્સ્ટાગ્રામ પર 2 કરોડ 90 લાખથી વધુ ફોલોઅર્સ થઈ ચૂક્યા છે. તો વળી, આ પાર્ટીને સોશિયલ મીડિયા પર વાયરલ કરનારા અભિજીત દીપકેએ CJPનું જે X (ટ્વિટર) એકાઉન્ટ બનાવ્યું હતું, તેના પર ભારતમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પરંતુ ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ હજુ પણ ઝડપથી વધી રહ્યા છે.
પાકિસ્તાનની કોકરોચ આવામી પાર્ટીને જોઈને યુઝર્સ પણ સોશિયલ મીડિયા પર 'કોપી' કરવા બાબતે જોરદાર રિએક્શન આપી રહ્યા છે. યુઝર્સ પાકિસ્તાનના યુવાનો પર કોપી કરવા બદલ કટાક્ષ પણ કરી રહ્યા છે.

