VIDEO: ગુજરાતી ખેડૂતનો કમાલનો દેશી જુગાડ! વીડિયો જોઈને તમે પણ કરશો વખાણ
સોર્સ : gstv
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ખેડૂતે પાણીના ટેન્કરમાં લોખંડની પાઈપથી એક સ્ટ્રક્ચર બનાવ્યું છે. જેની મદદથી તે ખેતરમાં પાકને પાણી પીવડાવી રહ્યો છે. ખેડૂતના આ દેશી જુગાડને લોકો ખૂબ જ વખાણી રહ્યા છે. વરસાદ ના આવે ત્યાં સુધી કે ઓછો વરસાદ થાય કે પાણીની વ્યવસ્થા ના હોય તેવી જગ્યાએ આ દેશી જુગાડ કામમાં લાગી શકે છે. સોશિયલ મીડિયા પર હાલ આ વીડિયો જોઈને લોકો ખૂબ ફોરવર્ડ કરી રહ્યા છે.

