Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Gujarati businessman commits suicide by jumping into sea from Bandra-Worli sea link; Fear of financial stress

બાંદ્રા-વર્લી સી લિંક પરથી દરિયામાં કૂદીને ગુજરાતી બિઝનેસમેનનો આપઘાત; નાણાકીય તણાવની આશંકા

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
બાંદ્રા-વર્લી સી લિંક પરથી દરિયામાં કૂદીને ગુજરાતી બિઝનેસમેનનો આપઘાત; નાણાકીય તણાવની આશંકા
સોર્સ : gstv

મૂળ ગુજરાતના અને થાણેના રહીશ 51 વર્ષીય બિઝનેસમેન ભાવેશ નવીનચંદ્ર મજીઠીયાએ શુક્રવારે મુંબઈમાં બાંદ્રા-વર્લી સી લિંક પરથી કૂદીને આપઘાત કર્યો હતો. પોલીસને શંકા છે કે તેમના આ આત્યંતિક પગલા પાછળ નાણાકીય તણાવનું કારણ હોઈ શકે છે.

App Store

તે ટેક્સીમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમણે ટેક્સીના ડ્રાઇવરને સી લિંક પોતાને ઉબકા આવી રહ્યા હોવાનું કહી વાહન રોકવા કહ્યું હતું.  ટેક્સી ડ્રાઇવરે ટેક્સી બાજુમાં લીધા પછી, મજેઠિયા ટેક્સીમાંથી ઉતરી ગયા અને દરિયામાં કૂદી પડયા હતા, એમ તેમણે જણાવ્યું હતું.

આ વાત ધ્યાનમાં આવતા ટેક્સી ચાલકે કે તરત જ આ વાતની જાણ ફરજ પરના પોલીસને કરી હતી. ઘટનાની ગંભીરતા પારખી રેસ્ક્યૂ ટીમ અને  સ્થાનિક પોલીસ તત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા

બચાવ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ દરિયાઈ પરિસ્થિતિને કારણે તેમને અવરોધનો સામનો કરવો પડયો હતો જેના કારણે કામગીરીમાં વિલંબ થયો હતો, અધિકારીએ જણાવ્યું હતું કે, બાદમાં પોલીસે તેમનો મૃતદેહ શોધી કાઢયો હતો. વર્લી પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો અહેવાલ નોંધવામાં આવ્યો હતો.