VIRAL VIDEO: હાથીઓએ માણસોની સાથે કર્યા યોગ, જંગલમાંથી સામે આવ્યો સુંદર નજારો
21 જૂને એટલે કે આજે આખી દુનિયા વિશ્વ યોગ દિવસ ઉજવી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર યોગ સાથે જોડાયેલા અસંખ્ય વીડિયો સામે આવી રહ્યા છે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર જે વીડિયો જોવા મળ્યો, તે જોઈને લોકો દંગ રહી ગયા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ અનોખા અને રસપ્રદ વીડિયોમાં માણસોની સાથે સાથે હાથીઓને પણ યોગ કરતા જોઈ શકાય છે.
માણસોની સાથે હાથીઓએ પણ લીધો ભાગ
વાયરલ થઈ રહેલો આ વીડિયો પશ્ચિમ બંગાળના જલદાપાડા નેશનલ પાર્કનો હોવાનું કહેવાય રહ્યું છે. અહીં વિશ્વ યોગ દિવસ નિમિત્તે એક ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માણસોની સાથે હાથીઓએ પણ ભાગ લીધો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો યોગ કરી રહ્યા છે અને તેમની સાથે ઉભેલા હાથીઓ પણ શાંત અંદાજમાં તે માહોલનો હિસ્સો બનેલા છે. હાથીઓ પોતાના મહાવતના નિર્દેશ પર ધીમે-ધીમે પોતાનું શરીર અને કાન હલાવી રહ્યા છે, જે જોવામાં ખૂબ જ અનોખું લાગે છે.
લોકો વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે
હાથીઓનું આ શાંત વર્તન લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. સામાન્ય રીતે આપણે હાથીઓને શક્તિશાળી અને વિશાળ કાયા ધરાવતા પ્રાણી તરીકે જોઈએ છીએ, પરંતુ આ વીડિયોમાં તેમનું એક અલગ જ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જંગલની વચ્ચે યોગ કરવા તે પોતાનામાં જ ખાસ છે, પરંતુ જ્યારે તેમાં હાથીઓ પણ સામેલ થઈ જાય, ત્યારે તે વધુ રસપ્રદ બની જાય છે.
સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે અને તેના પર લોકોની અવનવી પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે, જેમાં ઘણા લોકોએ આ વીડિયોને ખૂબ જ ક્યૂટ અને મનને શાંતિ આપનારો ગણાવ્યો છે.

