Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Awkward pre-wedding shoot! This video of the couple became a topic of discussion on social media.

Viral Video: અજીબોગરીબ પ્રી-વેડિંગ શૂટ! કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર બન્યો ચર્ચાનો વિષય

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સોશિયલ મીડિયા પર આજકાલ એક પ્રી-વેડિંગ ફોટોશૂટનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. સામાન્ય રીતે પ્રી-વેડિંગ શૂટમાં સુંદર લોકેશન, રોમેન્ટિક વાતાવરણ અને શાંતિની પળો બતાવવામાં આવે છે, પરંતુ આ કપલે કંઈક અલગ કરવાના ચક્કરમાં એવું કર્યું જે હવે ચર્ચાનો વિષય બન્યું છે.

App Store

આજના સમયમાં લગ્ન પહેલા પ્રી-વેડિંગ શૂટનો એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. પહેલા જ્યાં લગ્નની વિધિઓ અને પરિવાર પર ધ્યાન અપાતું હતું, ત્યાં હવે કપલ્સ પોતાની લવ સ્ટોરીને ખાસ બતાવવા માટે અવનવી થીમ પસંદ કરે છે. સોશિયલ મીડિયાના કારણે 'સૌથી અલગ' દેખાવાની હોડમાં કપલ્સ ઘણીવાર એવા પ્રયોગો કરી બેસે છે જે લોકોને અજીબ કે રમુજી લાગે છે.

ગંદા તળાવમાં 'સિનેમેટિક' શૂટ

આ કપલે પોતાના શૂટ માટે એક ગંદા અને કાદવવાળા તળાવને પસંદ કર્યું. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને પાણીમાં ઉતરીને પોઝ આપી રહ્યા છે અને ફોટોગ્રાફર તેમને સૂચનાઓ આપી રહ્યો છે. આસપાસનું વાતાવરણ રોમેન્ટિકને બદલે ડરામણું કે અજીબ લાગી રહ્યું છે.