Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Age is just a number! This grandmother flew in the air at the age of 97, breaking the Guinness World Record

VIDEO: ઉંમર માત્ર એક નંબર! 97 વર્ષની વયે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તોડીને હવામાં ઉડ્યા આ દાદી

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

‘જિંદગીથી કંટાળી જવા કરતાં વધુ સારું છે કે વાદળોની વચ્ચે કંઈક રોમાંચક કરવામાં આવે.’ આ કહેવું છે 97 વર્ષના એક એવા જાંબાઝ દાદીનું, જેમણે પોતાની ઉંમર અને સ્વાસ્થ્યની દરેક અડચણને હવામાં ઉડાવી દીધી છે. બ્રિટનના રહેવાસી બેટી બ્રોમેજે (Betty Bromage) સ્ટ્રોક જેવી ગંભીર બીમારીને માત આપ્યાના બરાબર એક વર્ષ પછી ઉડતા પ્લેનની પાંખ પર ઊભા રહીને (Wing Walking) પોતાનો જ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Records) તોડી નાખ્યો છે.

App Store

97 વર્ષની ઉંમરે બેટી બ્રોમેજે રચ્યો ઇતિહાસ

ચેલ્ટેનહામ (Cheltenham)ના રહેવાસી 97 વર્ષીય બેટી બ્રોમેજે સિરેન્સસ્ટરના આરએફસી રેન્ડકોમ્બ એરફિલ્ડ (RFC Rendcomb Airfield) ખાતે આ સાહસિક કારનામું કરી બતાવ્યું. જ્યારે તેમણે આ ઉડાન ભરી, ત્યારે તેમની સચોટ ઉંમર 97 વર્ષ અને 127 દિવસ હતી. બેટીએ આ પહેલા વર્ષ 2022માં 93 વર્ષની ઉંમરે સૌથી વધુ વયના મહિલા 'વિંગ વોકર' હોવાનો રેકોર્ડ બનાવ્યો હતો, જેને તેમણે હવે પોતે જ તોડી નાખ્યો છે. તેઓ 87 વર્ષની ઉંમરથી અત્યાર સુધી કુલ 6 વખત વિંગ વોકિંગ કરી ચૂક્યા છે.

સ્ટ્રોકને આપી માત, હોસ્પિટલ માટે એકઠું કર્યું ફંડ

બેટી બ્રોમેજ માટે આ ઉડાન માત્ર રોમાંચ નહીં, પરંતુ આભાર વ્યક્ત કરવાનું એક માધ્યમ પણ હતું. ઓગસ્ટ 2025માં તેમને ગંભીર સ્ટ્રોક આવ્યો હતો, જેના કારણે આજે પણ તેમને બોલવામાં થોડી તકલીફ પડે છે. ચેલ્ટેનહામ જનરલ હોસ્પિટલના સ્ટ્રોક યુનિટે તેમની સારવાર કરી હતી.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News