OMG! બરફની ચાદરથી ઢંકાયું રણ, VIDEOમાં જુઓ અદ્દભૂત નજારો
જ્યારે કોઈ રણ વિસ્તારનું નામ આવે છે ત્યારે મનમાં કાળઝાળ ગરમી, રેતી અને સૂકા પવનના વિચારો આવે છે. પરંતુ સાઉદી અરેબિયામાં કુદરતે અચાનક આ ધારણાને બદલી નાખી છે. આ વખતે રણમાં કંઈક આશ્ચર્યજનક બન્યું છે. ત્યાંની સળગતી જમીન બરફની ચાદરથી ઢંકાયેલી દેખાઈ. આવી સ્થિતિએ ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા. આ હિમવર્ષા સાઉદી અરેબિયાના અલ જફ પ્રાંતમાં થઈ છે, જે જોર્ડનની સરહદને અડીને છે. આ વિસ્તાર સામાન્ય રીતે સૂકો અને ગરમ હોય છે, પરંતુ આ વખતે અચાનક થયેલી હિમવર્ષાએ અહીંની જમીનને સફેદ રંગમાં રંગી દીધી છે.
આ પણ વાંચો : VIDEO : લંડનમાં દિવાળીની ઉજવણી, ભારતીયો સાથે વિદેશીઓ પણ ઝૂમી ઉઠ્યા
તાજેતરની હિમવર્ષાએ અલ જફ વિસ્તારનો દેખાવ બદલી નાખ્યો. આ રેતીથી ભરેલી જમીન જ્યાં સુધી આંખ જોઈ શકે ત્યાં સુધી સફેદ બરફની ચાદરથી ઢંકાયેલી છે. સાઉદી અરેબિયાની ન્યૂઝ એજન્સીએ આ ઘટનાને હવામાનમાં અણધાર્યો ફેરફાર ગણાવ્યો અને તેની તસવીરો પણ શેર કરી. તસવીરોમાં રણના કાંટાવાળા વિસ્તારો અને રસ્તાઓ પર બરફના થર જોઈ શકાય છે.
સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા
આ દૃશ્યો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે. લોકોએ આ અનોખી ઘટનાની તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં સાઉદી અરેબિયાના રણનો એક નવો ચહેરો સામે આવ્યો છે. જો કે, આ ઘટના પહેલીવાર નથી કે જ્યારે રણમાં બરફની ચાદર જોવા મળી હોય. અગાઉ 2016માં પણ સાઉદી અરેબિયાના શકરા અને તાબુક જેવા કેટલાક ભાગોમાં હિમવર્ષા નોંધાઈ હતી.
આ પ્રકારની ઘટના પહેલા પણ બની ચુકી
નિષ્ણાતો માને છે કે આ પ્રકારનું મોસમ પરિવર્તન હવામાન પરિવર્તનની નિશાની હોઈ શકે છે. તાજેતરમાં આફ્રિકાના સહારા રણમાં પણ આવી ઘટનાઓ જોવા મળી છે. પરંતુ આ વખતે અલ જફનો નજારો કંઈક અલગ અને વધુ આકર્ષક છે, કારણ કે અહીં આટલી વ્યાપક હિમવર્ષા કદાચ પહેલીવાર થઈ છે.
હવામાનમાં ફેરફાર
સાઉદી અરેબિયાનું હવામાન વિભાગ અને પર્યાવરણવિદો આ ઘટનાથી ચિંતિત છે. બદલાતા હવામાનની વાતાવરણ પર શું અસર થશે અને શું તે આબોહવા પરિવર્તનની નિશાની છે? જો કે, આ પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ ચાલુ છે.

