VIDEO: ભારતની ધરતી પર વિન્ડિઝે 400 રન ફટકાર્યાં, અનેક રેકોર્ડ તૂટ્યાં
સોર્સ : gstv
ભારત સામે ગૌહાટી વન-ડેમાં વિન્ડિઝે 405 રનનો સ્કોર ખડકી અનેક રેકોર્ડ્સ તોડી નાખ્યા. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝે 1983માં જમશેદપુર ખાતે બનાવેલા 333 રનનો 43 વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો. વેસ્ટ ઈન્ડિઝના ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક જ વન-ડે ઇનિંગ્સમાં 3 બેટર્સ જ્હોન કેમ્પબેલ, શાઈ હોપ અને અમીર જાંગૂ એ સદી ફટકારી. વિશ્વ ક્રિકેટમાં પણ આવી ઘટના માત્ર છઠ્ઠી વખત બની છે. ભારત સામે સૌથી ઝડપી વન-ડે સદીનો રેકોર્ડ જ્હોન કેમ્પબેલે માત્ર 65 બોલમાં બનાવ્યાં. તેને રિકાર્ડો પોવેલનો 72 બોલનો જૂનો રેકોર્ડ તોડ્યો. આ સાથે જ કેમ્પબેલે માત્ર 29 બોલમાં અડધી સદી પૂર્ણ ક્રિસ ગેલના 30 બોલના રેકોર્ડને પાછળ છોડ્યો.આ સિવાય શાઈ હોપે પોતાની 20મી વન-ડે સદી ફટકારીને બ્રાયન લારાના 19 સદીના રેકોર્ડને તોડ્યો.

