India vs West Indies: વેસ્ટ ઈન્ડિઝે જીત્યો ટોસ, આજથી અમદાવાદમાં પહેલી ટેસ્ટ

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોસ્ટન ચેઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજથી એટલે કે 2 ઓક્ટોબર 2025ના રોજ ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે બે મેચની ટેસ્ટ ચેમ્પિયનશિપ સિરીઝ રમવા જઈ રહી છે. શુભમન ગિલ કેપ્ટન તરીકે પહેલીવાર ભારતમાં રમી રહ્યા છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાય રહી છે. રોસ્ટન ચેઝની આગેવાની હેઠળની ટીમ ભારતને કઠિન મુકાબલો આપવાનો પ્રયાસ કરશે.
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ, અમદાવાદમાં પહેલી ટેસ્ટ
શુભમન ગિલ અમદાવાદમાં ટેસ્ટ મેચ રમવા માટે ઉત્સાહિત જોવા મળ્યો છે. ગિલે કહ્યું કે તેણે અહીં ફક્ત T20 ક્રિકેટ જ રમી છે. ટેસ્ટ મેચ રમવી એ એક અલગ અનુભવ હશે. અમદાવાદની પિચની સ્થિતિ અંગે તેમણે કહ્યું, "અમે છેલ્લી વખત અહીં રમ્યા હતા ત્યારે તે કાળી માટીની પિચ હતી. જોકે, આ વખતે ટેસ્ટ લાલ માટીની પિચ પર છે." તેમણે કહ્યું કે આગામી પાંચ દિવસમાં પિચ કેવી રીતે વર્તે છે તે જોવું રસપ્રદ રહેશે.
ભારતની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ
વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવન: તેગનારાયણ ચંદ્રપોલ, જોન કેમ્પબેલ, એલિક એથાનાઝ, બ્રાન્ડન કિંગ, શાઈ હોપ (વિકેટકીપર), રોસ્ટન ચેઝ (કેપ્ટન), જસ્ટિન ગ્રીવ્સ, જોમેલ વોરિકન, ખારી પિયર, જોહાન લાઈન, જેડેન સીલ્સ.

