VIDEO: વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ સામેની મેચમાં રચ્યો ઈતિહાસ, એક સાથે 3 રેકોર્ડ્સ પોતાના નામે કર્યા
IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો રન-મશીન વિરાટ કોહલી એક બાદ એક રેકોર્ડ તોડી રહ્યો છે. રવિવારે (17 મે) ધર્મશાલાના મેદાન પર પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં કિંગ કોહલીએ ફરી એકવાર પોતાની ક્લાસ બેટિંગ બતાવી. કોહલીએ પંજાબના બોલર્સની બરાબરની ધોલાઈ કરતા 37 બોલમાં 4 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગાની મદદથી શાનદાર 58 રનની ઈનિંગ રમી હતી.
IPLની 9 સિઝનમાં 500થી વધુ રન બનાવનારો એકમાત્ર 'સિકંદર'
વિરાટ કોહલીએ આ ઈનિંગ દરમિયાન IPL 2026માં પોતાના 500 રન પૂરા કરી લીધા છે. IPLના ઈતિહાસમાં આ નવમી વખત બન્યું છે જ્યારે કોહલીએ કોઈ એક સિઝનમાં 500 કે તેથી વધુ રન બનાવ્યા હોય. આ રેસમાં ડેવિડ વોર્નર અને કેએલ રાહુલ પણ કોહલીથી ઘણા પાછળ છે.
IPLની એક સિઝનમાં સૌથી વધુ વખત 500+ રન બનાવનાર બેટર:
- વિરાટ કોહલી- 9 સિઝન
- ડેવિડ વોર્નર- 7 સિઝન
- કેએલ રાહુલ- 7 સિઝન
- શિખર ધવન- 5 સિઝન
કોઈ એક ટીમ સામે સૌથી વધુ રન
વિરાટ કોહલી IPLમાં કોઈ એક ચોક્કસ હરીફ ટીમ સામે સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. તેણે પંજાબ કિંગ્સ સામે અત્યાર સુધીમાં સૌથી વધુ 1215 રન ફટકાર્યા છે, જે કોઈપણ એક ટીમ સામે IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર છે. આ મામલામાં પણ ટોપ-3માં કિંગ કોહલી પોતે જ રાજ કરે છે.
- 1215 રન:* વિરાટ કોહલી vs પંજાબ કિંગ્સ
- 1174 રન: વિરાટ કોહલી vs ચેન્નઈ સુપર કિંગ્સ
- 1172 રન: વિરાટ કોહલી vs દિલ્હી કેપિટલ્સ
- 1161 રન: રોહિત શર્મા vs કોલકાતા નાઈટ રાઈડર્સ
- 1134 રન: ડેવિડ વોર્નર vs પંજાબ કિંગ્સ
- 1126 રન: વિરાટ કોહલી vs કોલકાતા નાઈટ રાઈડર્સ
પડિક્કલ સાથે મળીને રચ્યો નવો ઈતિહાસ
મેચ દરમિયાન કિંગ કોહલીએ દેવદત્ત પડિક્કલ સાથે બીજી વિકેટ માટે 76 રનની મજબૂત પાર્રીટનરશિપ કરી હતી. ચાલુ સિઝનમાં આ છઠ્ઠી વખત બન્યું છે જ્યારે આ જોડીએ 50 કે તેથી વધુ રનની પાર્ટનરશિપ કરી હોય. IPLની કોઈ એક સિઝનમાં નોન-ઓપનિંગ જોડી માટે આ એક અદ્ભુત રેકોર્ડ છે અને તેઓ હવે એબી ડિવિલિયર્સ અને કોહલીના 2016ના ઓલ-ટાઇમ રેકોર્ડની બિલકુલ નજીક પહોંચી ગયા છે.
IPL સીઝનમાં નોન-ઓપનિંગ જોડી દ્વારા સૌથી વધુ વખત 50+ની ભાગીદારી:
- 7 વખત: વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ, 2016 (13 ઇનિંગ્સ)
- 6 વખત: માઈકલ હસી અને સુરેશ રૈના, 2013 (12 ઇનિંગ્સ)
- 6 વખત: સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા, 2025 (10 ઇનિંગ્સ)
- 6 વખત: વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલ, 2026 (9 ઇનિંગ્સ)
નોંધનીય છે કે વિરાટ કોહલીના IPL કરિયરની આ 67મી અડધી સદી હતી. આ સિવાય કિંગ કોહલી IPLમાં 9 સદી પણ ફટકારી ચૂક્યો છે, જે લીગના ઈતિહાસમાં સૌથી વધુ છે.

