Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Is Tilak Verma dating this famous actress of South cinema

VIDEO: શું તેલુગુ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે તિલક વર્મા? IPL દરમિયાન ફરી તેજ બની અટકળો

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન તિલક વર્મા એકવાર ફરી પોતાની અંગત જીંદગીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયો છે. આ વખતે કારણ બન્યો છે એક વાયરલ વીડિયો, જેમાં સૂર્યકુમાર યાદવ રમૂજી અંદાજમાં તિલકને 'ઈન લવ' (in love) કહેતો સંભળાય છે. વીડિયો સામે આવતા જ ફેન્સે તેને તરત જ તેલુગુ અભિનેત્રી શ્રીલીલા સાથે જોડી દીધો અને સોશિયલ મીડિયા પર બંનેના ડેટિંગની અફવાઓ ફરી વહેતી થઈ.

App Store

સૂર્યકુમાર યાદવ મજાક કરી, કહ્યું 'ઈન લવ'

વાયરલ ક્લિપમાં તિલક વર્મા હોટેલ લોબીમાં હેડફોન લગાવીને ચાલતો જોવા મળે છે. આ દરમિયાન પાછળથી સૂર્યકુમાર યાદવ તેને 'ઈન લવ' કહીને ચીડવતો નજરે પડે છે. જોકે સૂર્યકુમારે કોઈનું નામ નથી લીધું, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે તરત જ તેને શ્રીલીલા સાથે જોડી દીધું.

કેવી રીતે ચર્ચાએ જોર પકડયું?

તિલક વર્મા અને શ્રીલીલાના અફેરની ચર્ચા પહેલીવાર ત્યારે વેગવંતી બની હતી, જ્યારે શ્રીલીલા પોતાના માતા ડો. સ્વર્ણલતા સાથે તિરુમાલા મંદિર ગઈ હતી. તે જ સમયની આસપાસ, તિલક વર્મા પણ કથિત રીતે પોતાના પરિવાર સાથે ત્યાં જોવા મળ્યો હતો. એટલું જ નહીં, અભિનેત્રીના માતા ડો. સ્વર્ણલતા 14 મે 2026ના રોજ ધર્મશાલામાં પંજાબ કિંગ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) મેચમાં જોવા મળ્યા હતા. આ એ જ મુકાબલો હતો, જેમાં તિલક વર્માએ અણનમ 75 રન બનાવીને મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવી હતી.

'તિલક' નામની જર્સી પહેરી હતી 

સોશિયલ મીડિયા પર એવો દાવો પણ વાયરલ થયો હતો કે શ્રીલીલા પણ એક ક્રિકેટ મેચ જોવા ગઈ હતી. જ્યાં તેની ટીમ સાથે જોડાયેલી કોઈ વ્યક્તિએ 'તિલક' નામની જર્સી પહેરી હતી. અહીંથી જ તિલક વર્મા અને શ્રીલીલાના સંબંધોને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી. ફેન્સે સોશિયલ મીડિયા પર બંનેની કથિત એક્ટિવિટીને લઈને પણ ઘણા દાવા કર્યા હતા.

તિલક વર્મા IPL 2026માં શાનદાર પ્રદર્શનની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ યુવાનો વચ્ચે ખૂબ લોકપ્રિય છે. ઘણા ફેન પેજ તેને ભારતીય ક્રિકેટનો 'Gen Z ક્રશ' પણ ગણાવે છે. આ જ કારણ છે કે તેની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા સમાચાર પણ ઝડપથી વાયરલ થઈ જાય છે. અત્યાર સુધી ન તો તિલક વર્મા અને ન તો શ્રીલીલાએ આ ડેટિંગ રૂમર્સ પર કોઈ પ્રતિક્રિયા આપી છે. પરંતુ સૂર્યકુમાર યાદવના વાયરલ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર બંનેની ચર્ચાઓ ફરીથી ઉપડી છે.