Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : VIDEO/ IPL: Delhi's Lungi Engidi seriously injured on the field,

VIDEO/ IPLમાં મેડિકલ ઇમર્જન્સી: દિલ્હીના લુંગી એન્ગિડીને મેદાન પર ગંભીર ઈજા, એમ્બ્યુલન્સ બોલાવવી પડી

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દિલ્હીમાં રમાયેલા પંજાબ કિંગ્સ સામેના આઈપીએલ મુકાબલમાં દિલ્હીના ફાસ્ટ બોલર લુંગી એન્ગીડીને ગંભીર ઈજા પહોંચી....બીજી ઈનિંગમાં લોંગ ઓફમાં કેચના પ્રયાસમાં એન્ગીડી પાછળ પટકાયો હતો અન માથાના ભાગે પછડાત લાગતા તમામ લોકો ચિંતામાં મુકાઈ ગયી...થોડી વારમાં જ મેડિકલ ઈમર્જન્સી જાહેર થતા એમ્બ્યુલન્સને મેદાન પર લાવવી પડી..આ ઘટના બાદ સ્ટેડિયમમાં હાજર હજારો પ્રેક્ષકો વચ્ચે અચાનક સન્નાટો છવાઈ ગયો હતો અને મેચ થોડા સમય માટે રોકવી પડી હતી.

App Store

જે મેચ સામાન્ય ઉત્સાહ સાથે આગળ વધી રહી હતી, તે ક્ષણભરમાં ચિંતાના વાતાવરણમાં ફેરવાઈ ગઈ હતી. મેડિકલ ટીમે તાત્કાલિક મેદાન પર પહોંચીને એન્ગિડીની તપાસ કરી હતી. તેમની સ્થિતિ જોતા પહેલા સ્ટ્રેચર મંગાવવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં એમ્બ્યુલન્સને સીધી મેદાનની અંદર બોલાવવી પડી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.