Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : These New Zealand players can be a burden on India in the final match of the Champions Trophy

INDVsNZ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારત પર ભારે પડી શકે છે ન્યૂઝીલેન્ડના આ ખેલાડીઓ, જુઓ પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 07 Mar 2025
લાઇવ ટીવીGoogle News
INDVsNZ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારત પર ભારે પડી શકે છે ન્યૂઝીલેન્ડના આ ખેલાડીઓ, જુઓ પ્રદર્શન

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 9 માર્ચે દુબઇમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાશે.ભારત સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે જ્યારે ન્યૂઝીલેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે. ભારતે ICCના 5 ટાઇટલ પોતાના નામે કર્યા છે જ્યારે ન્યૂઝીલેન્ડ હજુ સુધી ICC ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી શક્યું નથી. ન્યૂઝીલેન્ડના કેટલાક ખેલાડી એવા છે જે ફાઇનલ મેચમાં ભારત પર ભારે પડી શકે છે.

App Store

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતનું પલડુ રહ્યું છે ભારે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન ડે મેચ વર્ષ 1975માં રમાઇ હતી. બન્ને વચ્ચે અત્યાર સુધી 119 મેચ રમાઇ છે. 61 મેચમાં ભારતીય ટીમને જીત મળી છે અને 50 મેચ કીવી ટીમે પોતાના નામે કરી છે.1 મેચ ટાઇ રહી છે અને 7 મેચનું કોઇ પરિણામ આવી શક્યુ નથી.દુબઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે માત્ર 1 વન ડે મેચ રમાઇ છે જેમાં ભારતીય ટીમે જીત મેળવી છે.

ન્યૂઝીલેન્ડના આ ખેલાડીઓ પર રહેશે નજર

રચિન રવિન્દ્ર: ન્યૂઝીલેન્ડ માટે રચિન રવિન્દ્રએ 3 ઇનિંગમાં 2 સદીની મદદથી 226 રન બનાવ્યા છે. રચિન રવિન્દ્ર 3 મેચમાં બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સદી ફટકારી ચુક્યો છે. રચિન સારા ફોર્મમાં છે અને ફાઇનલમાં ભારત સામે પણ તે સારી ઇનિંગ રમી શકે છે.
ટોમ લાથમ: ટોમ લાથમે 4 ઇનિંગમાં 191 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને એક સદી પણ ફટકારી છે.
કેન વિલિયમસન: કેન વિલિયમસન પણ સારા ફોર્મમાં છે. વિલિયમસને 4 મેચમાં એક સદી સાથે 187 રન બનાવ્યા છે.
વિલ યંગ: ઓપનર વિલ યંગે ચેમ્પિયન્સ ટ્રોફીની 4 મેચમાં એક સદી સાથે 150 રન બનાવ્યા છે. 

બીજી તરફ બોલિંગની વાત કરીએ તો ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ન્યૂઝીલેન્ડના બોલર મેટ હેનરીએ સૌથી વધુ વિકેટ ઝડપી છે. મેટ હેનરીએ 4 મેચમાં 10 વિકેટ ઝડપી છે. આ દરમિયાન એક વખત 5 વિકેટ હોલ પણ તેના નામે છે.ગ્રુપ મેચમાં ભારત સામે જ મેટ હેનરીએ 5 વિકેટ ઝડપી હતી.
ન્યૂઝીલેન્ડનો કેપ્ટન મિશેલ સેન્ટનર પોતાની ફિરકીથી ભારતીય બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. મિશેલ સેન્ટનરે ચેમ્પિયન્સ ટ્રોફીની 4 મેચમાં 7 વિકેટ ઝડપી છે.

ભારતીય ખેલાડીઓ પણ સારા ફોર્મમાં

વિરાટ કોહલી: વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 4 મેચ રમી છે અને 72.33ની એવરેજથી 217 રન બનાવ્યા છે.
શ્રેયસ અય્યર: શ્રેયસ અય્યરે 4 ઇનિંગમાં 195 રન બનાવ્યા છે.
શુભમન ગિલ: ભારતીય ઓપનર શુભમન ગિલે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 4 ઇનિંગમાં 157 રન બનાવ્યા છે.

મોહમ્મદ શમી: મોહમ્મદ શમી પણ સારા ફોર્મમાં છે. શમીએ 4 મેચમાં 8 વિકેટ ઝડપી છે. 
વરૂણ ચક્રવર્તી: ભારતીય મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી પણ સારા ફોર્મમાં છે. વરૂણ ચક્રવર્તીએ ચેમ્પિયન્સ ટ્રોફીની 2 મેચમાં 7 વિકેટ ઝડપી છે.

બન્ને સંભવિત ટીમ આ રીતે છે

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી

ન્યૂઝીલેન્ડ: વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ટોમ લાથમ,ડેરેલ મિશેલ, મિશેલ બ્રેસવેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), વિલિયમ ઓરૂકે, મેટ હેનરી,કાયલી જેમીસન