Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Test debut after two years on the bench, Ajinkya Rahane recalls the days of struggle

VIDEO: બે વર્ષ બેન્ચ પર બેઠા પછી મળ્યું ટેસ્ટ ડેબ્યુ, અજિંક્ય રહાણેએ યાદ કર્યા સંઘર્ષના દિવસો

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને પૂર્વ બેટર અજિંક્ય રહાણેએ પોતાની કારકિર્દીના સૌથી મુશ્કેલ તબક્કાને યાદ કર્યો છે. તેણે જણાવ્યું હતું કે, ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવ્યા છતાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે લગભગ બે વર્ષ અને 20 ટેસ્ટ મેચ સુધી રાહ જોવી પડી હતી. આ દરમિયાન અજિંક્ય રહાણે ટીમમાં 12મા ખેલાડી તરીકે ભૂમિકા ભજવી હતી.

App Store

સહાનુભૂતિ મેળવવા કરતાં સકારાત્મક અભિગમ પસંદ કર્યો

અજિંક્ય રહાણેએ ઓગસ્ટ 2011માં મર્યાદિત ઓવર ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ ટેસ્ટ ટીમમાં સમાવેશ થવા છતાં પ્લેઈંગ ઈલેવનના દરવાજા તરત નહતા ખુલ્યા. યુટ્યુબ ચેનલ પર વાત કરતા રહાણેએ જણાવ્યું હતું કે, '2011માં જ્યારે હું ટીમમાં આવ્યો ત્યારે પહેલા બે વર્ષ ખૂબ જ પડકારજનક હતા. મારે 20 મેચ રાહ જોવી પડી. તે સમયે મારી પાસે બે વિકલ્પો હતા: કાં તો હું પોતાની પરિસ્થિતિ પર સહાનુભૂતિ મેળવી શકું અથવા પોતાને સુધારવાનો પ્રયાસ કરું. મેં સકારાત્મક રસ્તો પસંદ કર્યો. 12મો ખેલાડી બનવામાં, સાથી ખેલાડીઓને પાણી પીવડાવવામાં કે મદદ કરવામાં કંઈ ખોટું નથી.'

સિનિયર ખેલાડીઓ પાસેથી શીખવાનો મોકો મળ્યો

સિનિયર ખેલાડી અંગે અજિંક્ય રહાણેએ જણાવ્યું કે, 'ડ્રેસિંગ રૂમમાં અને મેદાન પર સિનિયર ખેલાડીઓને નજીકથી રમતા જોવા અને તેમનું નિરીક્ષણ કરવાથી તેની રમત પ્રત્યેની માનસિકતા બદલાઈ ગઈ. આ અનુભવે જ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે લાંબી કારકિર્દી બનાવવામાં મદદ કરી હતી.'

પોતાનામાં ધીરજ ક્યાંથી આવી તે અંગે દિલચસ્પ વાત શેર કરતાં અજિંક્ય રહાણેએ જણાવ્યુ કે, 'શરૂઆતથી મારામાં આટલી ધીરજ નહતી. પરંતુ જ્યારે તમે મુંબઈની લોકલ ટ્રેનોમાં ભીડ વચ્ચે મુસાફરી કરો છો, ત્યારે કુદરતી રીતે જ તમારામાં ધીરજ વિકસવાની શરૂઆત થઈ જાય છે.'

માર્ચ 2013માં થયો ટેસ્ટ ડેબ્યુ

અજિંક્ય રહાણેની લાંબી રાહનો અંત આખરે માર્ચ 2013માં આવ્યો જ્યારે તેને ભારત તરફથી ટેસ્ટ ડેબ્યુ કરવાની તક મળી. ત્યારબાદ તે લાંબા સમય સુધી ભારતીય ટેસ્ટ ટીમના મિડલ ઓર્ડરની મજબૂત કડી બની રહ્યો. રહાણેએ ભારત માટે 85 ટેસ્ટમાં 144 ઈનિંગ્સમાં 5,077 રન બનાવ્યા. તેની સરેરાશ 38.46 હતી અને 12 સદી અને 26 અડધી સદી ફટકારી.