Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shreyas Iyer lost 3 out of 4 matches after becoming the captain, know who was blamed for the defeat

VIDEO: કેપ્ટન બન્યા બાદ 4માંથી 3 મેચ હાર્યો શ્રેયસ અય્યર, જાણો કોના પર ફોડ્યું હારનું ઠીકરું

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની T20 સિરીઝના બીજા મુકાબલામાં 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. શનિવારે (4 જુલાઈ 2026) મેન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી આ મેચમાં ભારત જીતની નજીક હતું, પરંતુ લેગ સ્પિનર રવિ બિશ્નોઈની 17મી ઓવર મેચનો સૌથી નિર્ણાયક વળાંક સાબિત થઈ, જેમાં ઈંગ્લેન્ડે 29 રન ફટકારીને મેચ પોતાના નામે કરી લીધી. આ હાર બાદ નવો કેપ્ટન શ્રેયસ અય્યર નિરાશ જરૂર દેખાયો હતો, પરંતુ તેણે હાર માટે કોઈ એક ખેલાડીને જવાબદાર ઠેરવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

App Store

16 ઓવર સુધી મેચ ભારતની પકડમાં હતો, 17મી ઓવરમાં બાજી પલટી

મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 190 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. એક સમયે ઈંગ્લેન્ડનો સ્કોર 16 ઓવરમાં 142 રને 5 વિકેટ હતો અને ભારત જીત તરફ આગળ વધી રહ્યું હતું. આ સમયે કેપ્ટન અય્યરે 17મી ઓવર રવિ બિશ્નોઈને સોંપી હતી. જોકે, ઓવરની શરૂઆત જ નો-બોલથી થઈ, જેના પર જેકબ બેથલે ફ્રી-હીટમાં સિક્સ ફટકારી. ત્યારબાદ બિશ્નોઈએ વધુ એક નો-બોલ ફેંક્યો અને બેથલે આ ઓવરમાં ઉપરાઉપરી મોટા શોટ્સ ફટકારી 29 રન ઝૂડી કાઢ્યા હતા.

શ્રેયસ અય્યરે રવિ બિશ્નોઈ અને પિચ અંગે શું કહ્યું?

મેચ બાદ શ્રેયસ અય્યરે જણાવ્યું કે, "બધા જાણીએ છીએ કે મેચ ક્યાંથી અમારા હાથમાંથી નીકળી ગઈ, પરંતુ હું કોઈ એક ખેલાડી પર આંગળી નથી ચીંધવા માંગતો. મને પૂરો ભરોસો હતો કે પ્રથમ નો-બોલ પછી રવિ શાનદાર વાપસી કરશે. હા, 17મી ઓવર અમને ભારે પડી, પણ રવિ આ ભૂલમાંથી ઘણું શીખશે." અય્યરે ઉમેર્યું કે આ પિચ પર અસમાન ઉછાળો હતો, તેથી 190 રનનો સ્કોર જીતવા માટે પૂરતો હતો અને ટીમ 15 ઓવર સુધી સંપૂર્ણ હાવી હતી. તેણે ઈંગ્લેન્ડના યુવા બેટ્સમેન જેકબ બેથલ (76 રન અણનમ) ની નિડર બેટિંગના પણ વખાણ કર્યા હતા.

અય્યરની કપ્તાની હેઠળ હજુ સુધી એકપણ જીત નહીં

ચિંતાજનક બાબત એ છે કે શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ ભારતીય ટીમ હજુ સુધી એકપણ T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી શકી નથી. આ પહેલા આયર્લેન્ડ પ્રવાસ પર ભારતે બંને T20 મેચ ગુમાવી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડ પ્રવાસની પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી અને હવે માન્ચેસ્ટર T20 પણ ભારતે ગુમાવવી પડી છે. અય્યરની આગેવાનીમાં ટીમ 4 માંથી 3 મેચ હારી ચૂકી છે. આ જીત સાથે ઈંગ્લેન્ડ સિરીઝમાં 1-0થી આગળ થઈ ગયું છે. હવે સિરીઝનો ત્રીજો મુકાબલો 7 જુલાઈએ નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાશે, જ્યાં ભારત 1-1ની બરાબરી કરવાના ઈરાદા સાથે ઉતરશે.