Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Sanju Samson's wife Charulatha's cute gesture from the airport goes viral

VIDEO : સંજૂ સૈમસનનું કેરળમાં થયું જોરદાર સ્વાગત, એરપોર્ટ પર તેની પત્ની ચારુલતાની ક્યુટનેશ થઈ વાયરલ 

Timeછેલ્લું અપડેટ : 10 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : instagram

વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ જ્યારે સંજુ સેમસન પોતાના વતન પાછો ફર્યો ત્યારે તિરુવનંતપુરમ એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સેમસન અને તેની પત્ની ચારુલતા સેમસનનું ચાહકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સંજુ સેમસનને T20 વર્લ્ડ કપ દરમિયાન તેની બેટિંગ દ્વારા આ સન્માન મળ્યું. તેણે ફાઇનલ અને સેમિફાઇનલમાં ભારત માટે મહત્ત્વની ઈનિંગ રમી હતી. એરપોર્ટ પરથી સેમસન અને તેની પત્નીનો એક વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

App Store

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સંજુ સેમસનની પત્ની પહેલા એરપોર્ટની બહાર આવી રહી છે. તે બહાર આવીને ઈશારો કરે છે સંજૂ સેમસન આવી રહ્યો છે. ત્યાર બાદ સંજૂ બહાર આવતા તેનું સન્માન કરવામાં આવે છે. નોંધનીય છે કે સેમસન 2024માં ભારતીય ટીમ સાથે T20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો. જોકે, તેને તે વર્લ્ડ કપમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી.