Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Ravindra Jadeja's press conference controversy

VIDEO / રવિન્દ્ર જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં થઈ બબાલ, ઓસ્ટ્રેલિયન પત્રકારોએ કર્યું ખરાબ વર્તન

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2024
લાઇવ ટીવીGoogle News
VIDEO / રવિન્દ્ર જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં થઈ બબાલ, ઓસ્ટ્રેલિયન પત્રકારોએ કર્યું ખરાબ વર્તન

ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં તે યજમાન ટીમ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝમાં વ્યસ્ત છે. ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી, જે ભારતે 295 રને જીતી હતી. ત્યારબાદ એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીત મેળવી હતી. આ પછી ગાબા ટેસ્ટ ડ્રો રહી. 5 મેચની સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. હવે ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાશે.

App Store

આ પણ વાંચો: Boxing Day Test / શું હોય છે બોક્સિંગ ડે ટેસ્ટ, ઓસ્ટ્રેલિયા મેલબર્નમાં જ શા માટે રાખે છે આ મેચ?

જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં બબાલ

ટીમ ઈન્ડિયાએ મેલબર્ન ટેસ્ટ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. 21મી ડિસેમ્બર (શનિવાર) ના રોજ, ટીમ ઈન્ડિયાનું MCG ખાતે પ્રથમ પ્રેક્ટિસ સેશન હતું. રવિન્દ્ર જાડેજાએ પ્રેક્ટિસ સેશન દરમિયાન મીડિયાને સંબોધન કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાડેજાએ હિન્દીમાં જ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પીસીના અંતે, ઓસ્ટ્રેલિયન પત્રકારો જાડેજાને અંગ્રેજીમાં પ્રશ્નો પૂછવા માંગતા હતા, જોકે જાડેજાએ તેમને બસ પકડવાની છે તેમ કહીને જવાનું નક્કી કર્યું.

સમયના અભાવે કેટલાક ભારતીય પત્રકારો પણ પ્રશ્નો પૂછી નહતા શક્યા. જોકે, ઓસ્ટ્રેલિયન મીડિયા જાડેજાથી એકદમ નારાજ દેખાઈ રહ્યું હતું. ભારતીય ટીમના મીડિયા મેનેજર મૌલિન પારીખે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ પીસી માત્ર ભારતીય મીડિયા માટે છે, પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયા આ વાત પચાવી ન શક્યું.

ઓસ્ટ્રેલિયાના કેટલાક રિપોર્ટર્સ ટીમ ઈન્ડિયાના મીડિયા મેનેજર મૌલિન પારીખ પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પત્રકારોએ ટીમ ઈન્ડિયાના મીડિયા મેનેજર સાથે ગેરવર્તણૂક પણ કરી હતી જે અયોગ્ય હતી. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ ઘણા ભારતીય પત્રકારોને સમયના અભાવે પ્રશ્નો પૂછવાનો મોકો નથી મળતો. પરંતુ ભારતીય પત્રકારોએ ક્યારેય દલીલ કે ગેરવર્તન નથી કર્યા.

કોહલીની મહિલા પત્રકાર સાથે દલીલ થઈ હતી

ઓસ્ટ્રેલિયન મીડિયા ટીમના 12મા ખેલાડી તરીકે ઓળખાય છે. ખાસ કરીને જ્યારે તેઓ ભારત જેવી મજબૂત ટીમનો સામનો કરે છે, જેણે ઘરઆંગણે છેલ્લી બે ટેસ્ટ સિરીઝમાં યજમાન ટીમને હરાવી છે. 2008માં 'મંકીગેટ' હોય કે પછી સૌથી તાજેતરની ઘટના જેમાં વિરાટ કોહલી સામેલ હતો.

તમને જણાવી દઈએ કે મેલબર્ન પહોંચ્યા બાદ વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન મહિલા ટીવી પત્રકાર સાથે દલીલ કરી હતી. તે કથિત રીતે તેના પરિવાર તરફ કેમેરા ફેરવવાથી ગુસ્સે હતો. વિરાટે મહિલા પત્રકારને તેનો ફોટો રાખવા પરંતુ તેના પરિવારના ફોટો ડિલીટ કરવાની વિનંતી કરી. પરંતુ પત્રકારે કોહલીની વાત ન સાંભળી.

આ મુદ્દે કોહલીએ આ મહિલા પત્રકાર સાથે દલીલ કરી હતી. ઓસ્ટ્રેલિયન કાયદા અનુસાર, કોઈપણ સાર્વજનિક સ્થળે કોઈપણ સેલિબ્રિટીના વીડિયો કે ફોટોગ્રાફ લેવા પર કોઈ પ્રતિબંધ નથી. હવે સિરીઝ 1-1થી બરાબર છે અને તે દરરોજ વધુ મુશ્કેલ બની રહી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) ચોથી ટેસ્ટમાં શું વળાંક લે છે તે જોવું રસપ્રદ રહેશે.

છેલ્લી બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ

પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, શોન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, સેમ કોન્સટાસ, ઝાય રિચર્ડસન, જોશ ઈંગ્લિશ, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિચેલ માર્શ, મિચેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર.

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, અભિમન્યુ ઈશ્વરન, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.