Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Navjot Singh Sidhu not happy with Gambhir and Gill's decision

IND vs ENG / 'આ મોટો ગુનો...', નવજોત સિંહ સિદ્ધુએ ગૌતમ ગંભીર અને શુભમન ગિલ પર લગાવ્યો મોટો આરોપ

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2025
લાઇવ ટીવીGoogle News
IND vs ENG / 'આ મોટો ગુનો...', નવજોત સિંહ સિદ્ધુએ ગૌતમ ગંભીર અને શુભમન ગિલ પર લગાવ્યો મોટો આરોપ
સોર્સ : Google

ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચમાં, ભૂતપૂર્વ ખેલાડી નવજોત સિંહ સિદ્ધુ ભારતના હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમના કેપ્ટન શુભમન ગિલના નિર્ણયથી બિલકુલ ખુશ નથી. રમતના ચોથા દિવસે તેણે બંને પર આકરા પ્રહારો કર્યા છે. ભારતનો ફાસ્ટ બોલર આકાશ દીપ પાંચમી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈજાગ્રસ્ત થયો હતો. ભૂતપૂર્વ ખેલાડી માને છે કે ટીમમાં એક ફાસ્ટ બોલર છે જે સંપૂર્ણપણે ફિટ છે, તેમ છતાં ટીમ મેનેજમેન્ટ સતત અડધા ફિટ ખેલાડીઓને તકો આપી રહ્યું છે.

App Store

ગંભીરનાં નિર્ણયથી સિદ્ધુ નાખુશ છે

નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું, "તમે આકાશદીપને ટેસ્ટ મેચમાં ઈન્જેક્શન આપી રહ્યા છો જ્યારે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ બેન્ચ પર બેઠો છે. તમે તેને કેમ ન રમાડ્યો? અડધા ફિટ બોલરો સાથે જવું એ ગુનો છે. આ એક મોટો ગુનો છે."

આકાશદીપ વિશે વાત કરીએ તો, તેને પાંચમી ટેસ્ટ મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે આ ઈજા થઈ હતી. ઈંગ્લેન્ડના ખેલાડી હેરી બ્રુકે એક શોટ રમ્યો જે આકાશદીપના પગમાં વાગ્યો અને તે ખૂબ જ પીડામાં જોવા મળ્યો. ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન શુભમન ગિલ પણ આકાશને પૂછી રહ્યો હતો કે શું તેણે ઈન્જેક્શન લીધું છે. હવે નવજોત સિંહ સિદ્ધુએ પણ આ અંગે પોતાનો વિચાર જણાવ્યો છે. અર્શદીપ સિંહ વિશે વાત કરીએ તો, તેને આ સિરીઝમાં એક પણ મેચ રમવાની તક નથી મળી. તેણે ભારત માટે વ્હાઈટ બોલ ક્રિકેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે પરંતુ અર્શદીપ હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ નથી કરી શક્યો.

ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લેન્ડ આગળ છે

આ ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડ ભારતથી 2-1થી આગળ છે. હાલમાં, ભારત માટે બરાબરી કરવા માટે પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પાંચમી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે, જ્યારે ઈંગ્લેન્ડને જીતવા માટે 35 રનની જરૂર છે, ત્યારે ભારતને 4 વિકેટ લેવાની જરૂર છે.