VIDEO: IPL 2027 પહેલા જ ધોનીના નિવેદનથી CSK ટેન્શનમાં
મહેન્દ્ર સિંહ ધોનીના IPL ભવિષ્યને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે ફરી એકવાર મોટું અપડેટ સામે આવ્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ બેટ્સમેન સુબ્રમણ્યમ બદ્રીનાથના જણાવ્યા પ્રમાણે ધોનીએ સ્પષ્ટ કરી દીધું છે કે, જો હું IPLમાં આગળ રમું તો ઈમ્પેક્ટ પ્લેયરની ભૂમિકા સ્વીકાર નહીં કરું. એટલે કે માહી મેદાન પર ફક્ત બેટિંગ માટે ઊતરવાને બદલે વિકેટકીપર તરીકે આખી મેચ રમવા માગે છે. 45 વર્ષના ધોની માટે ઈમ્પેક્ટ પ્લેયરનો વિકલ્પ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો હતો. વધતી ઉંમર અને ફિટનેસ સાથે જોડાયેલા પડકારો વચ્ચે આ નિયમની મદદથી તેઓ વિકેટકીપિંગની 20 ઓવરોના બોજથી બચી શકતા હતા અને જરૂરિયાત સમયે બેટિંગ માટે મેદાન પર ઊતરી શકતા હતા. પરંતુ ધોનીનો વિચાર કંઈક અલગ છે. બદ્રીનાથે પોતાની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું કે, ધોનીએ તેમને વ્યક્તિગત રીતે કહ્યું છે કે, હું ઈમ્પેક્ટ પ્લેયર તરીકે નહીં રમું. તેમનું માનવું છે કે જો હું રમું તો ફુલ-ટાઈમ વિકેટકીપરની ભૂમિકામાં જ ઊતરીશ અને આખી 20 ઓવર મેદાન પર રહીશ.

