VIDEO: સુપરમેન બન્યો મનીષ પાંડે, એક હાથે એવો કેચ ઝડપ્યો કે કોહલી પણ જોતો રહી ગયો
IPL 2026ની 57મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટે હરાવીને ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. જોકે, આ મેચમાં હાર છતાં કેકેઆરના વરિષ્ઠ ખેલાડી મનીષ પાંડેએ પોતાની ફિલ્ડિંગથી સૌના દિલ જીતી લીધા હતા.
કેવી રીતે પઝડપ્યો આ અદભૂત કેચ?
આ ઘટના RCBની ઈનિંગના 18મા ઓવરમાં બની હતી. બોલર કાર્તિક ત્યાગીના પાંચમા બોલ પર ટિમ ડેવિડે પોઈન્ટની દિશામાં ખૂબ જ જોરદાર 'કટ શોટ' રમ્યો હતો. બોલ એટલી ઝડપથી જઈ રહ્યો હતો કે તે બાઉન્ડ્રી બહાર જશે તેવું લાગતું હતું, પરંતુ મનીષ પાંડેએ પોતાની ડાબી બાજુ ડાઈવ લગાવીને હવામાં ઉડતા એક હાથે શાનદાર કેચ ઝડપી લીધો હતો.
વિરાટ કોહલી અને ડગઆઉટની પ્રતિક્રિયા
નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલો વિરાટ કોહલી પણ આ કેચ જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. બેટ્સમેન ટિમ ડેવિડ પોતે પણ આ વાત પર વિશ્વાસ નહતો કરી શક્યો. સોશિયલ મીડિયા પર આ કેચનો વીડિયો વાયરલ થયો છે અને ફેન્સ તેને આ સિઝનનો સર્વશ્રેષ્ઠ કેચ ગણાવી રહ્યા છે.
મેચનો સારાંશ
વિરાટની સદી: વિરાટ કોહલીએ 60 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 105 રન બનાવ્યા, જે તેની IPLની 9મી સદી છે.
KKRનો સ્કોર: KKR તરફથી અંગકૃષ રઘુવંશીએ 71 રન અને રિંકુ સિંહે અણનમ 49 રન બનાવીને 192/4 નો સ્કોર ઉભો કર્યો હતો.
RCBની જીત: RCBએ 194/4 રન બનાવીને 12 મેચમાં 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નંબર-1 નું સ્થાન મેળવ્યું છે.

