Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Manav Suthar creates history in Galle Test

VIDEO: IND vs SL / ગોલ ટેસ્ટમાં માનવ સુથારે રચ્યો ઈતિહાસ, હરભજન અને અશ્વિનને પાછળ છોડી દીધા

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં ભારતીય યુવા સ્પિનર માનવ સુથારે પોતાની શાનદાર બોલિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. પોતાની કારકિર્દીની માત્ર બીજી જ ટેસ્ટ મેચ રમી રહેલા માનવ સુથારે 10 વિકેટ ઝડપીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. શ્રીલંકાના ગોલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં તેની સ્પિન બોલિંગ સામે યજમાન ટીમ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. ભારતની 165 રનની ભવ્ય જીતમાં માનવ સુથારનું યોગદાન સૌથી મહત્ત્વપૂર્ણ રહ્યું હતું.

App Store

શ્રીલંકાની ધરતી પર સર્વશ્રેષ્ઠ બોલિંગ સ્પેલ્સ

માનવ સુથારે ગોલ ટેસ્ટ મેચમાં કુલ 131 રન આપીને 10 વિકેટ મેળવવામાં સફળતા મેળવી છે. તેણે પ્રથમ ઈનિંગમાં 76 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઈનિંગમાં માત્ર 55 રન આપીને 6 વિકેટ પોતાના નામે કરી હતી. આ ધમાકેદાર પ્રદર્શન સાથે તે શ્રીલંકાની ધરતી પર કોઈપણ ટેસ્ટ મેચમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરનાર ભારતીય બોલર બની ગયો છે.

હરભજન સિંહ અને અશ્વિન જેવા દિગ્ગજોને છોડ્યા પાછળ

આ અગાઉ વર્ષ 2008માં હરભજન સિંહે અને 2015માં રવિચંદ્રન અશ્વિને ગોલના મેદાન પર 10 વિકેટ ઝડપી હતી. વર્ષ 2008માં હરભજન સિંહે 10 વિકેટ લેવા માટે 153 રન ખર્ચ્યા હતા, જ્યારે 2015માં આર. અશ્વિને 160 રન આપીને 10 વિકેટ લીધી હતી. માનવ સુથારે માત્ર 131 રન આપીને આ સિદ્ધિ મેળવતાં તે આ બંને દિગ્ગજ ખેલાડીઓથી આગળ નીકળી ગયો છે.

શ્રીલંકામાં 10 વિકેટ લેનાર ત્રીજો ભારતીય બોલર

શ્રીલંકામાં એક ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેનારો માનવ સુથાર હવે ત્રીજો ભારતીય બોલર બની ગયો છે. પોતાની બીજી જ ટેસ્ટ રમી રહેલા આ યુવા ખેલાડીના પ્રદર્શનને જોઈને તેને ભારતીય ક્રિકેટ ટીમનો ફ્યુચર સ્ટાર માનવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત તરફથી સૌથી વધુ વખત (8-8 વાર) 10 વિકેટ હોલ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલે અને આર. અશ્વિનના નામે છે, જ્યારે હરભજન સિંહે 5 વાર અને રવિન્દ્ર જાડેજાએ 3 વાર આ સિદ્ધિ મેળવી છે.