VIDEO: કુલદીપ યાદવે વન-ડેમાં 200 વિકેટ પૂરી કરી, અગરકરને પાછળ છોડ્યો
કુલદીપ યાદવે વેસ્ટ ઈન્ડીઝ સામે વનડે શ્રેણીની બીજી મેચમાં 10 ઓવરમાં 65 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે પોતાની 123મી વનડેમાં 200 વિકેટ પૂર્ણ કરી હતી. આ સાથે જ કુલદીપ યાદવ ભારત માટે સૌથી ઝડપી 200 વનડે વિકેટ પૂરી કરનાર બીજો બોલર બન્યો છે. જ્યારે ફેંકાયેલા બોલની દ્રષ્ટિએ તે વિશ્વભરમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનારો ત્રીજો સ્પિનર બન્યો છે. કુલદીપ યાદવે 123મી મેચમાં પોતાની 200 વનડે વિકેટ પૂરી કરી અને અજીત અગરકરને પાછળ છોડી દીધો. અગરકરે 133 ઈનિંગ્સમાં 200 વનડે વિકેટ પૂરી કરી હતી. તો બીજી તરફ, 6319 બોલમાં 200 વનડે વિકેટ પૂરી કરીને તે સમગ્ર વિશ્વમાં આ માઈલસ્ટોન હાંસલ કરનાર ત્રીજો સૌથી ઝડપી સ્પિનર બની ગયો છે. આ મામલે તેણે એડમ ઝામ્પા, આદિલ રશીદ અને શેન વોર્નને પાછળ છોડી દીધા છે. ભારત તરફથી સૌથી ફાસ્ટેસ્ટ 200 વન-ડે વિકેટનો રેકોર્ડ 104 વન-ડે સાથે મોહમ્મદ શમીના નામે છે.

