Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Kranti Goud became the first woman player to be inducted into the honors board at Lord's

VIDEO: લોર્ડ્સના મેદાનમાં જોવા મળ્યો ક્રાંતિ ગૌડનો કમાલ, ઓનર્સ બોર્ડમાં સામેલ થનારી પ્રથમ મહિલા ખેલાડી બની

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય મહિલા ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે, લોર્ડ્સમાં યજમાન ટીમ સામે એક મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. બીજા દિવસની રમત સમાપ્ત થયા પછી, ટીમ ઈન્ડિયાની પકડ મજબૂત થઈ ગઈ છે. લોર્ડ્સ ટેસ્ટના બીજા દિવસે, 22 વર્ષીય ઝડપી બોલર ક્રાંતિ ગૌડે ઈંગ્લેન્ડની મહિલા ટીમને 170ના સ્કોર સુધી મર્યાદિત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ક્રાંતિએ 17 ઓવરમાં માત્ર 37 રન આપ્યા, જેમાં સાત મેડન ઓવરનો સમાવેશ થાય છે અને પાંચ વિકેટ પણ લીધી. આ સાથે, ક્રાંતિ ગૌડ લોર્ડ્સ ઓનર્સ બોર્ડમાં સામેલ થનારી પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે.

App Store

ક્રાંતિ ગૌડે ઝુલન ગોસ્વામીનો રેકોર્ડ પણ તોડ્યો

ઈંગ્લેન્ડની મહિલા ટીમ સામે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને લીલી પીચ પર પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિંગ પહેલા દિવસે રમત પૂરી થાય તે પહેલા 285 રનમાં સમાપ્ત થઈ ગઈ હતી. ત્યારબાદ, દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડની મહિલા ટીમે પણ એક વિકેટ ગુમાવી દીધી હતી. બીજા દિવસે, ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ ક્રાંતિ ગૌડની બોલિંગ સામે સંઘર્ષ કરી રહી હતી. ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટ લઈને ક્રાંતિએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ દિગ્ગજ અને શાનદાર બોલર ઝુલન ગોસ્વામીનો રેકોર્ડ તોડી નાખ્યો. 22 વર્ષ અને 225 દિવસની ઉંમરે ક્રાંતિ હવે ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેનારી સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા ફાસ્ટ બોલર બની ગઈ છે. 2005માં નવી દિલ્હીના મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચમાં જ્યારે ઝુલને ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટ લીધી ત્યારે તે ક્રાંતિ કરતાં માત્ર 28 દિવસ મોટી હતી.

ટીમ ઈન્ડિયાએ લોર્ડ્સ ટેસ્ટમાં પોતાની પકડ મજબૂત કરી

ક્રાંતિ ગૌડની શાનદાર બોલિંગને કારણે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 115 રનની મોટી લીડ મેળવી. બીજા દિવસની રમતના અંતે ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઈનિંગમાં એક વિકેટના નુકસાને 154 રન બનાવ્યા હતા, જેમાં સ્મૃતિ મંધાના 69 અને યાસ્તિકા ભાટિયા 39 રન બનાવીને રમી રહ્યા હતા. ટીમ ઈન્ડિયાની કુલ લીડ હવે 269 રન થઈ ગઈ છે. તેઓ ત્રીજા દિવસે 300 રનથી વધુ લીડ વધારવા અને ઈંગ્લેન્ડને વાપસીની કોઈપણ તકથી વંચિત રાખવાનો પ્રયાસ કરશે.