Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Jasprit Bumrah bowling action controversy

બુમરાહ પર લગાવવામાં આવ્યો ગેરકાયદે બોલિંગ એક્શનનો આરોપ, મેલબર્ન ટેસ્ટ પહેલા તપાસની માંગ

Timeછેલ્લું અપડેટ : 24 Dec 2024
લાઇવ ટીવીGoogle News
બુમરાહ પર લગાવવામાં આવ્યો ગેરકાયદે બોલિંગ એક્શનનો આરોપ, મેલબર્ન ટેસ્ટ પહેલા તપાસની માંગ

ભારતીય ટીમના દિગ્ગજ બોલર અને વાઈસ કેપ્ટન જસપ્રિત બુમરાહે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયન બેટરો સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બુમરાહે 3 મેચમાં 20થી વધુ વિકેટ ઝડપી હતી. વિશ્વના નંબર 1 ટેસ્ટ બોલર બુમરાહે ઓસ્ટ્રેલિયન બેટરોને ખૂબ જ પરેશાન કર્યા હતા. જોકે, મેલબર્નમાં રમાનારી ચોથી ટેસ્ટ પહેલા બુમરાહ પર ગેરકાયદે બોલિંગ એક્શનનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

App Store

આ પણ વાંચો: INDVsAUS: બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયામાં મોટો બદલાવ, અશ્વિનની જગ્યાએ આ ખેલાડીનો સમાવેશ

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બ્રોડકાસ્ટર ઈયાન મોરિસે લગાવ્યો આરોપ 

મેલબર્ન ટેસ્ટ પહેલા બુમરાહની બોલિંગ એક્શનને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના અનુભવી ક્રિકેટ બ્રોડકાસ્ટર ઈયાન મોરિસે તેની બોલિંગ એક્શન પર સવાલ ઉઠાવ્યા છે. તેણે 'X' પર લખ્યું હતું કે, 'ભારતીય ફાસ્ટ બોલર બુમરાહની બોલિંગ પર કોઈએ સવાલ કેમ નથી ઉઠાવ્યો? હું એમ નથી કહેતો કે તે થ્રો ફેંકી રહ્યો છે, પરંતુ જ્યારે બુમરાહ બોલને રિલીઝ કરે છે ત્યારે તેના હાથની સ્થિતિની તપાસ થવી જોઈએ.'

અગાઉ પણ બુમરાહની બોલિંગને લઈને સવાલો થયા હતા 

આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે બુમરાહની બોલિંગ એક્શન પર સવાલ ઉઠાવવામાં આવ્યા હોય. અગાઉ બુમરાહને તેની અનોખી એક્શનને કારણે આવી બાબતોનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બુમરાહે પર્થ ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં 5 વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાને 104 રનમાં આઉટ કરી દીધું હતું. ત્યારે તેની બોલિંગ એક્શનને લઈને સોશિયલ મીડિયા પર અનેક સવાલો અને ચર્ચાઓ થવા લાગી હતી.

બોર્ડર ગાવસ્કર ટ્રોફી બુમરાહનું શાનદાર પ્રદર્શન

જસપ્રિત બુમરાહે હાલમાં ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રણ ટેસ્ટ મેચની 6 ઈનિંગ્સમાં 21 વિકેટ ઝડપી છે. ગાબા ટેસ્ટ દરમિયાન તે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો હતો. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી તેણે 20 ઈનિંગ્સમાં કુલ 53 વિકેટ ઝડપી છે. બુમરાહે આ મામલે દિગ્ગજ કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કપિલ દેવે ઓસ્ટ્રેલિયામાં 51 ટેસ્ટ વિકેટ લીધી હતી.