INDVsAUS: બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયામાં મોટો બદલાવ, અશ્વિનની જગ્યાએ આ ખેલાડીનો સમાવેશ

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં બન્ને ટીમ 1-1ની બરાબરી પર છે. હવે ટેસ્ટ સિરીઝની ચોથી મેચ 26 ડિસેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)માં રમાશે. આ પહેલા ટીમ ઇન્ડિયામાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે.
ટીમ ઇન્ડિયામાં આ ખેલાડીની એન્ટ્રી
મેલબોર્નમાં રમાનાર બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયામાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. આર.અશ્વિનની જગ્યાએ તનુષ કોટિયનનો સમાવેશ કરાયો છે. આર.અશ્વિને ત્રીજી ટેસ્ટ મેચ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. તનુષ કોટિયન બોલિંગની સાથે સાથે સારી બેટિંગ પણ કરે છે.
તનુષ કોટિયન મુંબઇ તરફથી રમે છે. તનુષ કોટિયને 2018-19ની રણજી સિઝનમાં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. કોટિયને અત્યાર સુધી 33 ફર્સ્ટ ક્લાસ મેચમાં 25.70ની એવરેજથી 101 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેને 3 વખત ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી છે. બેટિંગની વાત કરીએ તો તેને 41.21ની એવરેજ સાથે 1525 રન બનાવ્યા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકટેમાં કોટિયને 2 સદી અને 13 અડધી સદી ફટકારી છે.
તનુષ કોટિયને 20 લિસ્ટ-એ અને 33 ટી-20 મેચ પણ રમી છે. લિસ્ટ-A મેચમાં કોટિયનના નામ પર 43.60ની એવરેજ સાથે 20 વિકેટ છે જ્યારે ટી-20 મેચમાં 20.03ની એવરેજથી 33 વિકેટ ઝડપી છે. લિસ્ટ-A મેચમાં તનુષ કોટિયને 90 અને ટી-20 મેચમાં 87 રન બનાવ્યા છે.
આ પણ વાંચો: અશ્વિન સાથે થયો અન્યાય, સુનીલ ગાવસ્કરે ટીમ મેનેજમેન્ટ પર ઉઠાવ્યા સવાલ
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, અભિમન્યુ ઇશ્વરન, દેવદત્ત પડ્ડિકલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, તનુષ કોટિયન

