Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2026: KKR takes a shocking decision, assigns big responsibility to Team India star Rinku Singh

IPL 2026: KKRએ લીધો ચોંકાવનારો નિર્ણય, ટીમ ઈન્ડિયાાના સ્ટાર રિંકુ સિંહને સોંપાઈ મોટી જવાબદારી

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2026
લાઇવ ટીવીGoogle News
IPL 2026: KKRએ લીધો ચોંકાવનારો નિર્ણય, ટીમ ઈન્ડિયાાના સ્ટાર રિંકુ સિંહને સોંપાઈ મોટી જવાબદારી
સોર્સ : GSTV

આઇપીએલની શરૂઆત પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સે એક મોટો અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. ટીમના સ્ટાર ફિનિશર રિંકુ સિંહને KKRના નવા વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ફ્રેન્ચાઈઝી દ્વારા આ પગલું ભવિષ્યના નેતૃત્વને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હોવાનું મનાય છે.

App Store

નાઈટ્સ અનપ્લગ્ડ 3.0માં થઈ સત્તાવાર જાહેરાત

કોલકાતામાં આયોજિત નાઈટ્સ અનપ્લગ્ડ 3.0 ઇવેન્ટ દરમિયાન KKRના CEO વેન્કી મૈસૂરે રિંકુ સિંહના નામની જાહેરાત કરી હતી. રિંકુ હવે અનુભવી કેપ્ટન અજિંક્ય રહાણે સાથે મળીને ટીમની કમાન સંભાળશે. આ પ્રસંગે ટીમના હેડ કોચ અભિષેક નાયરે જણાવ્યું હતું કે, રિંકુ છેલ્લા કેટલાક વર્ષોમાં એક લીડર તરીકે ઉભરી આવ્યો છે. T20 વર્લ્ડ કપની જીત બાદ તેને વધુ જવાબદારી આપવાનો આ યોગ્ય સમય છે.

રિંકુ સિંહ 80 લાખથી 13 કરોડ સુધીની સફર

રિંકુ સિંહની IPL સફર ખુબ જ સંઘર્ષપૂર્ણ અને ફિલ્મી છે. 2018માં માત્ર 80 લાખમાં ખરીદાયેલા રિંકુને IPL 2025 પહેલા ફ્રેન્ચાઈઝીએ 13 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. સતત પાંચ છગ્ગા ફટકારીને મેચ જીતાડનાર રિંકુ આજે KKR નો સૌથી લોકપ્રિય ચહેરો બની ગયો છે. ઇવેન્ટમાં ચાહકોએ રિંકુને કેપ્ટન બનાવી દો ના નારા પણ લગાવ્યા હતા.

આન્દ્રે રસેલની જર્સી રિટાયર, હવે પાવર કોચની ભૂમિકામાં

KKRએ તેના દિગ્ગજ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલને ખાસ સન્માન આપ્યું છે. ફ્રેન્ચાઈઝીએ રસેલની જર્સી નંબર 12ને રિટાયર કરી દીધી છે. રસેલ હવે મેદાન પર રમતો નહીં, પરંતુ ટીમના પાવર કોચ તરીકે નવી ભૂમિકામાં જોવા મળશે. રસેલે ભાવુક થતા કહ્યું હતું કે, 2014 અને 2024ના ખિતાબ જીતવામાં ભાગીદાર બનવું તે તેના જીવનની શ્રેષ્ઠ ક્ષણો છે.

ટીમમાં મોટા ફેરફારો અને ઈજાની સમસ્યા

KKRએ આ સીઝન માટે આન્દ્રે રસેલ અને વેંકટેશ અય્યર જેવા ખેલાડીઓને રિલીઝ કર્યા છે. જ્યારે કેમેરોન ગ્રીનને 25.20 કરોડની રેકોર્ડ બોલી લગાવીને ટીમમાં સામેલ કર્યો છે. જોકે, ટીમ અત્યારે ઈજાની સમસ્યાથી ઝઝૂમી રહી છે. આકાશ દીપ હાલ ઈજાના કારણે IPL 2026 માંથી બહાર છે અને તેની જગ્યાએ સૌરભ દુબે સામેલ કરવામાં આવ્યો છે. હર્ષિત રાણા અને મથીશા પથિરાના હાલ ઈજાગ્રસ્ત છે. KKR પોતાની પ્રથમ મેચ 29 માર્ચના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે.