IPL 2025 / મેગા ઓક્શનમાં કરોડોમાં વેચાયેલા ખેલાડીઓને નહીં મળે પૂરા પૈસા, ભરવો પડશે આટલો ટેક્સ

ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત IPL ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યરને 26.75 કરોડમાં ખરીદ્યો છે.
આ રીતે ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર મિશેલ સ્ટાર્કને સાઉદી અરેબિયાના જેદ્દામાં IPL 2025ના ઓક્શન દરમિયાન મોટી રકમ મળી. સ્ટાર્કને દિલ્હી કેપિટલ્સ (ડીસી) એ 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. પરંતુ કરોડો રૂપિયમાં વેચાયેલા આ ખેલાડીઓને પૂરા પૈસા નહીં મળે. આ રકમમાંથી ખેલાડીઓએ ટેક્સ આપવો પડશે. ચાલો જાણીએ IPLમાં મળનારી રકમમાંથી ખેલાડીઓને કેટલો ટેક્સ આપવો પડે છે.
ભારતીય ખેલાડીઓને 10 ટકા અને વિદેશી ખેલાડીઓને 20 ટકા TDS કાપ્યા બાદ IPLના પૈસા મળે છે. ખેલાડીઓએ વળતર મળ્યા પહેલા BCCI અને ફ્રેંચાઈઝી બંનેની સાથે એક કરાર સાઈન કરવાનો હોય છે.
જો કોઈ ફ્રેંચાઈઝી વળતર નથી આપતી તો BCCI વળતર આપશે અને ફ્રેંચાઈઝીની કેન્દ્રીય આવકથી તે રાશિ કાપી લેશે. એક સીએના જણાવ્યા અનુસાર IPL ફ્રેંચાઈઝી ભારતીય ખેલાડીઓને એક નક્કી રાશિ આપે છે, જેને વ્યવસાયિક આવક માનવામાં આવે છે.
IPLથી મળેલી આવકને તેમની વર્ષની કુલ આવકમાં જોડીને આવક સ્લેબના હિસાબે ટેક્સ લગાવવામાં આવે છે. જે ખેલાડીઓની વધુ રકમ હોય છે, જેમ કે રિષભ પંત અને શ્રેયસ અય્યર તેને સરચાર્જ અને સેસની સાથે 30 ટકા ટેક્સ પણ આપવો પડશે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 115BBA હેઠળ, જે વિદેશી ખેલાડી ભારતીય નાગરિક નથી અને ભારતનો રહેવાસી નથી, તેની પર વિશેષ ટેક્સ નિયમ લાગુ થાય છે.
આ નિયમો હેઠળ જો તે ભારતમાં કોઈ રમતમાં ભાગ લે છે. જાહેરાત કરે છે કે રમતથી જોડાયેલા લેખ ભારતીય અખબારો, પત્રિકાઓ કે જર્નલ્સમાં લખે છે તો તેની આ કમાણી પર 20 ટકા ટેક્સ લાગશે. ભારતમાં પોતાની આવક પ્રાપ્ત કરે છે, તો 20 ટકા TDS લાગુ થાય છે. તેનો અર્થ છે કે તેને ભારતમાં પેન (સ્થાયી ખાતા સંખ્યા) માટે રજિસ્ટ્રેશન કરવાની જરૂર પડતી નથી.
લખનૌએ રિષભ પંતને કુલ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો પરંતુ આ રાશિ ત્રણ સીઝન 2025, 2026 અને 2027 માટે છે. તેથી તેને એક વખતમાં આ રાશિ નહીં મળે. સાથે જ આયકર વિભાગ પંતની કુલ કોન્ટ્રાક્ટ એમાઉન્ટથી 8.1 કરોડ રૂપિયા ટેક્સ તરીકે કાપશે. પંતને ત્રણ વર્ષની કોન્ટ્રાક્ટ એમાઉન્ટ માટે IPL ટીમથી 18.9 કરોડ રૂપિયાનું શુદ્ધ વેતન મળશે.

