Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત / IPL 2025 : Captains of 10 IPL 2025 Team got a photoshoot done

IPL 2025 પહેલા એક સાથે જોવા મળ્યા તમામ 10 ટીમના કેપ્ટન, કરાવ્યું Photoshoot

Timeછેલ્લું અપડેટ : 20 Mar 2025
લાઇવ ટીવીGoogle News
IPL 2025 પહેલા એક સાથે જોવા મળ્યા તમામ 10 ટીમના કેપ્ટન, કરાવ્યું Photoshoot

IPL 2025નો 22 માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. IPLના પ્રારંભ પહેલા તમામ 10 ટીમના કેપ્ટન મુંબઇમાં મળ્યા હતા અને ફોટોશૂટ કરાવ્યું હતું. 

App Store

IPL 2025 ટીમના કેપ્ટને કરાવ્યું ફોટોશૂટ

IPLની પરંપરા અનુસાર જ્યારે ટુર્નામેન્ટ શરૂ થાય છે ત્યારે ટીમના કેપ્ટન ફોટોશૂટ કરાવતા હોય છે. મુંબઇમાં તાજ હોટલમાં તમામ 10 ટીમના કેપ્ટનનું ફોટોશૂટ કરવામાં આવ્યું હતું. IPLની 10 ટીમમાંથી 9 ટીમના કેપ્ટન ભારતીય જ્યારે એક ટીમ (સનરાઇઝર્સ હૈદરાબાદ)નો કેપ્ટન વિદેશી છે.

કઇ ટીમનો કોણ છે કેપ્ટન?

ગુજરાત ટાઇટન્સ-શુભમન ગિલ
મુંબઇ ઇન્ડિયન્સ- હાર્દિક પંડ્યા
દિલ્હી કેપિટલ્સ- અક્ષર પટેલ
કોલકાતા નાઇટ રાઇડર્સ- અજિંક્ય રહાણે
ચેન્નાઇ સુપરકિંગ્સ- ઋતુરાજ ગાયકવાડ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ- રજત પાટીદાર
પંજાબ કિંગ્સ- શ્રેયસ અય્યર
રાજસ્થાન રોયલ્સ- સંજુ સેમસન
લખનૌ સુપરજાયન્ટ્સ- રિષભ પંત
સનરાઇઝર્સ હૈદરાબાદ- પેટ કમિન્સ

દેશી કેપ્ટનોની બોલબાલા

જો આપણે IPLની 17 સિઝનના ઈતિહાસ પર નજર કરીએ, તો 2008, 2009 અને 2016ની સિઝન સિવાય, અત્યાર સુધીના બધા ટાઈટલ ભારતીય કેપ્ટનોએ જીત્યા છે. તેમાં સૌથી સફળ મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા છે, જેમણે પોતાની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પાંચ-પાંચ વખત ચેમ્પિયન બનાવી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ અત્યાર સુધીમાં ત્રણ વખત ચેમ્પિયન બની છે, પરંતુ ત્રણેય વખત તેના કેપ્ટન ભારતીય રહ્યા છે. ભારતીય ટીમના વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીરે બે વાર કેપ્ટન તરીકે અને એક વાર કોચ તરીકે ટીમને સફળ બનાવી છે. છેલ્લી સિઝનમાં, શ્રેયસ અય્યરે KKRને ચેમ્પિયન બનાવ્યું હતું. 2022માં, હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું

ઓસ્ટ્રેલિયન કેપ્ટન સફળ

આશ્ચર્યજનક વાત એ છે કે અત્યાર સુધી આ ખિતાબ ફક્ત ત્રણ વખત વિદેશી કેપ્ટનોએ જીત્યો છે અને ત્રણેય ઓસ્ટ્રેલિયન હતા. શેન વોર્ને 2008માં રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવ્યું હતું, જ્યારે એડમ ગિલક્રિસ્ટે 2009માં ડેક્કન ચાર્જર્સને ચેમ્પિયન બનાવ્યું હતું અને ડેવિડ વોર્નરે 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદને ચેમ્પિયન બનાવ્યું હતું.