VIDEO: ભારતીય મેન્સ હોકી ટીમ પાકિસ્તાનને પછાડી ફાઈનલમાં પહોંચી
સોર્સ : gstv
ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન ગેમ્સમાં દિલધડક સેમિફાઇનલમાં પાકિસ્તાનને 4-3થી હરાવ્યું. અભિષેકે છેલ્લી મિનિટમાં ફિલ્ડ ગોલ કરીને ભારતની જીત પર મહોર લગાવી. ભારત તરફથી હરમનપ્રીત સિંહે 5મી અને 13મી મિનિટે, સુખજીત સિંહે 23મી મિનિટે અને અભિષેકે 59મી મિનિટે ગોલ કર્યા. પાકિસ્તાન તરફથી કેપ્ટન અબુ મોહમ્મદે 30મી મિનિટે, શાહિદ હનનાને 45મી મિનિટે અને રાણા વાહીદે 49મી મિનિટે ગોલ કર્યા. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની ટીમ છેલ્લા 10 વર્ષથી ભારત સામે હોકી મેચ જીતી શકી નથી. આ તેની 21 મેચોમાં 19મી હાર હતી. જ્યારે બે મુકાબલા બે મેચ ડ્રો રહ્યાં. ભારતે આ જીત સાથે જ ગોલ્ડ મેડલ મેચ માટે પોતાનું સ્થાન પાકું કર્યું, જ્યાં ભારતની ટક્કર મલેશિયા અને સાઉથ કોરિયા વચ્ચેના મુકાબલાની વિજેતા ટીમ સાથે થશે.

