VIDEO: 44 વર્ષ બાદ ભારતીય હોકી ટીમે એશિયન ગેમ્સમાં જીત્યો ગોલ્ડ
સોર્સ : gstv
એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમે 44 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો.ભારતીય મહિલા હોકી ટીમે અત્યંત રોમાંચક અને કડક મુકાબલામાં ચીનને 1-0થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. 14મા દિવસે ભારતનો છઠ્ઠો ગોલ્ડ મેડલ હતો, જ્યારે ચાલુ એશિયન ગેમ્સમાં ભારત તરફથી 16મો ગોલ્ડ મેડલ હતો. ચીન સામે ભારત તરફથી એકમાત્ર વિજેતા ગોલ લાલરેમ્સિયામી હમારજોટેએ કર્યો હતો. આ મુકાબલામાં ભારતીય ગોલકીપર સવિતા પૂનિયાનું પ્રદર્શન પણ ખૂબ જ દમદાર રહ્યું હતું. આ સાથે જ ભારતે 1982 પછી એશિયન ગેમ્સના મહિલા હોકી ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.

