Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India wins gold in cricket, beats Pakistan in Asian Games

VIDEO: એશિનન ગેમ્સમાં પાકિસ્તાનને પછાડી ક્રિકેટમાં ભારતે જીત્યો ગોલ્ડ

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે.  ટી-20 મેચમાં ફાઇનલ મેચમાં પાકિસ્તાનને 19 રનથી હરાવીને ભારતે ટાઈટલ જીતી લીધુ છે. સતત બીજી વાર એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટનો ગોલ્ડ મેડલ જીત્યો છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 192 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાન માટે હસન નવાઝે સૌથી વધુ 96 રન બનાવ્યા. સૈમ અયુબે 29 રનની ઇનિંગ્સ રમી. ભારત તરફથી અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરે 2-2 વિકેટ લીધી. ભારત તરફથી ઓપનર અભિષેક શર્માએ 28 બોલ પર 7 સિક્સરની મદદથી 61 રન બનાવ્યા. તિલક વર્માએ 22 બોલ પર 4 સિક્સરની મદદથી નોટઆઉટ 51 રન બનાવ્યા. જીત બાદ ફરી એક વખત ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનની ટીમ સાથે હાથ મિલાવ્યા ન હતા. 

App Store