Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : For the first time in its 75-year history, India's women's recurve team won a gold medal at the Asian Games

VIDEO: 75 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભારતની મહિલા રિકર્વ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તીરંદાજીમાં મહિલા રિકર્વ ટીમે દક્ષિણ કોરિયાને 5-3થી હરાવીને ઇતિહાસ રચી દીધો. ભારત તરફથી કીર્તિ, કુમકુમ અને અંકિતાએ મુશ્કેલ સ્થિતિમાં સારી રમત દાખવતા આ જીત નોંધાવી હતી. એશિયન ગેમ્સના 75 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભારતની મહિલા રિકર્વ ટીમે એશિયન ગેમ્સમાં કોઈ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ મેચ શરૂઆતથી જ ટક્કરની રહી હતી. સ્થિતિ પણ અનુકુળ નહોતી. એટલા માટે બંને ટીમના ખેલાડીઓ માટે પરફેક્ટ 10 નો સ્કૉર કરવો મુશ્કેલ હતો. બંને ટીમે કુલ 48 શૉટ ફટકાર્યા હતા જેમાંથી ફક્ત 12 વખત ખેલાડીઓ 10નો સ્કૉર કરી શક્યા હતા. મુશ્કેલ સ્થિતિમાં બંને તરફથી 7 અને 8નો સ્કૉર પણ થયો હતો. પહેલા સેટમાં ભારત અને દક્ષિણ કોરિયા 54-54થી બરાબરી પર હતા. બીજા સેટમાં પણ બંને ટીમે 56-56 નો સ્કૉર કર્યો હતો. જોકે ત્રીજા સેટમાં ભારતે લીડ મેળવી અને 55-51થી જીતીને સેટ પોતાના નામે કર્યો હતો. આ સાથે 2 બહુમુલ્ય પોઇન્ટ પણ મળ્યા હતા. ત્યાં સધુી ભારતને 4-2ની લીડ મળી ગઈ હતી.છેલ્લા સેટમાં ભારતે ડ્રૉ રમવાની જરૂર હતી. ઉલ્લેખનીય છે કે તીરંદાજીમાં દક્ષિણ કોરિયા હંમેશા બાદશાહની જેમ રમ્યું છે. તેણે અત્યાર સુધી કુલ 94 મેડલ પોતાના નામે કર્યા હતા.

App Store