Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs IRE : Disappointing start to Shreyas Iyer 'Era': India's first humiliating defeat against Ireland, here are 5 main reasons behind the defeat

IND vs IRE : શ્રેયસ અય્યર 'યુગ'ની નિરાશાજનક શરૂઆત: આયર્લેન્ડ સામે ભારતની પ્રથમ શરમજનક હાર, આ રહ્યા પરાજયના 5 મુખ્ય કારણો

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
IND vs IRE : શ્રેયસ અય્યર 'યુગ'ની નિરાશાજનક શરૂઆત: આયર્લેન્ડ સામે ભારતની પ્રથમ શરમજનક હાર, આ રહ્યા પરાજયના 5 મુખ્ય કારણો
સોર્સ : gstv

શ્રેયસ અય્યર 'યુગ'ની શરૂઆત ભારત માટે ખૂબ જ નિરાશાજનક રહી. આઈપીએલ (IPL) અને ડોમેસ્ટિક ક્રિકેટમાં તેની કેપ્ટનશીપ અને બેટિંગના શાનદાર પ્રદર્શનને જોયા બાદ બીસીસીઆઈ (BCCI)એ તેને ટીમ ઈન્ડિયાની જવાબદારી સોંપી હતી, જ્યારે તે 2023થી ભારત માટે કોઈ ટી20 ક્રિકેટ રમ્યો ન હતો. પરંતુ ઇન્ટરનેશનલ સ્ટેજ પર 'સરપંચ સાહેબ' (શ્રેયસ અય્યર)ની કેપ્ટનશીપની શરૂઆત હાર સાથે થઈ. આ હાર ભારતને વધુ ખૂંચશે કારણ કે તે આયર્લેન્ડ જેવી નાની ટીમ સામે મળી છે. ટી20 ક્રિકેટના ઇતિહાસમાં આયર્લેન્ડ સામે ભારતની આ પહેલી હાર છે. એવું નથી કે આ મેચમાં માત્ર કેપ્ટનશીપે જ ભારતને ડુબાડ્યું છે, બીજા પણ ઘણા પરિબળો જવાબદાર છે. તો અહીં જાણો ટીમ ઈન્ડિયાની હારના મુખ્ય કારણો....

App Store

1. આયર્લેન્ડનો સ્કોર 51/4 હતો, પછી કેવી રીતે વાપસી થઈ?

આયર્લેન્ડનું ખરાબ વાતાવરણ અને પિચના ટ્રેક રેકોર્ડને જોતા ભારતે આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી, જે શ્રેયસ અય્યરનો એક શાનદાર નિર્ણય હતો. ટીમ ઈન્ડિયાએ તેનો ફાયદો પણ ઉઠાવ્યો. હર્ષિત રાણાની શાનદાર બોલિંગની સાથે અર્શદીપ સિંહ અને શિવમ દુબેના યોગદાનને કારણે ભારતે 7.1 ઓવરમાં માત્ર 51 રનના સ્કોર પર આયર્લેન્ડના 4 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા.

પરંતુ ત્યારબાદ કેપ્ટન લોર્કન ટકર (50) અને ગેરેથ ડેલાની (49) એ અદ્ભુત ઇનિંગ્સ રમીને ટીમને સંભાળી અને મોટા સ્કોર તરફ આગળ વધારી. આયર્લેન્ડે પાંચમી વિકેટ માટે 64 રન અને છઠ્ઠી વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી, જેણે તેમને 182 રનના મોટા ટોટલ સુધી પહોંચાડ્યા. અહીં ભારતીય બોલિંગ સંપૂર્ણપણે એક્સપોઝ થઈ ગઈ.

2. બોલિંગમાં જોવા મળી નબળાઈ

8મી ઓવર સુધી શાનદાર બોલિંગ કર્યા બાદ ભારતીય બોલરો ઢીલા પડી ગયા હતા. પ્રસિદ્ધ ક્રિષ્ણાએ પોતાની 4 ઓવરના ક્વોટામાં કુલ 57 રન લૂંટાવ્યા હતા. તેણે પહેલી ઓવરમાં 16, બીજીમાં 8, ત્રીજીમાં 8 અને ચોથી ઓવરમાં 27 રન આપ્યા. છેલ્લી ઓવરમાં પ્રસિદ્ધ ક્રિષ્ણાની બોલિંગમાં ત્રણ સિક્સર અને બે ચોગ્ગા વાગ્યા હતા.

આ સિવાય કેપ્ટન શ્રેયસ અય્યરે વોશિંગ્ટન સુંદરનો પણ બોલિંગમાં યોગ્ય ઉપયોગ કર્યો ન હતો. સુંદરને માત્ર એક જ ઓવર બોલિંગ કરવાની તક મળી, જેમાં તેણે 19 રન આપ્યા. જ્યારે શિવમ દુબેએ પોતાની 3 ઓવરના ક્વોટામાં માત્ર 18 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

સવાલ એ છે કે ફાસ્ટ બોલરોને મદદરૂપ પિચ પર જો દુબે સારી બોલિંગ કરી રહ્યો હતો, તો તેની ઓવર કેમ પૂરી ન કરાવાઈ? સુંદરને કેમ માત્ર એક જ ઓવર આપવામાં આવી? અને સુંદરને બોલિંગની તક પણ છેક 16મી ઓવરમાં જઈને મળી.

3. 16મી અને 17મી ઓવરમાં બાજી પલટાઈ ગઈ

15 ઓવર પછી આયર્લેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 118 રન હતો. તે સમયે એવું લાગતું હતું કે આઇરિશ ટીમ વધુમાં વધુ 160ના ટોટલ સુધી પહોંચી શકશે. પરંતુ આગામી બે ઓવરમાં તેમણે એવો કમાલ કર્યો કે આયર્લેન્ડનો સ્કોર 182 સુધી પહોંચી ગયો.

વોશિંગ્ટન સુંદરે 16મી ઓવરમાં 19 રન આપ્યા, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્ણાએ આગામી 17મી ઓવરમાં 27 રન લૂંટાવ્યા. આ બે ઓવરોમાં આયર્લેન્ડે કુલ 46 રન બનાવ્યા, જેના કારણે દબાણ ભારત પર આવી ગયું.

4. 3-3 કેચ છોડ્યા (ખરાબ ફીલ્ડિંગ)

બોલિંગની સાથે ભારતીય ફીલ્ડિંગે પણ આયર્લેન્ડ સામે નિરાશ કર્યા. પ્રથમ ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 3-3 કેચ છોડ્યા, જેમાંથી 2 કેચ તો લોર્કન ટકર અને ગેરેથ ડેલાનીના હતા. જો ભારતે આ બે કેચ પકડી લીધા હોત તો કદાચ સ્કોર 150ને પાર પણ ન પહોંચ્યો હોત.

2.3 ઓવરમાં: અર્શદીપ સિંહના બોલ પર શિવમ દુબેએ ટિમ ટેક્ટરનો કેચ છોડ્યો અને ચોગ્ગો આપ્યો.

10.6 ઓવરમાં: અક્ષર પટેલના બોલ પર અભિષેક શર્માએ ગેરેથ ડેલાનીનો કેચ છોડ્યો, જ્યારે તે 8 રન પર હતો.

12.1 ઓવરમાં: અક્ષર પટેલના જ બોલ પર વોશિંગ્ટન સુંદરે લોર્કન ટકરનો મુશ્કેલ કેચ છોડ્યો, તે સમયે તે 27 રનના અંગત સ્કોર પર હતો.

5. બેટ્સમેનોએ પણ કરી ભારે નિરાશા

વૈભવ સૂર્યવંશીનું ડેબ્યુ રોકીને ભારતે વર્લ્ડ કપ વિનિંગ બેટ્સમેનો પર ભરોસો મૂક્યો અને તેમાંથી કોઈને ડ્રોપ ન કરવાનો નિર્ણય લીધો. અભિષેક શર્માએ તો 19 બોલમાં ફિફ્ટી ફટકારીને પોતાની જવાબદારી પૂરી નિભાવી, પરંતુ અન્ય બેટ્સમેનો ફ્લોપ રહ્યા. ઈશાન કિશન 1, શ્રેયસ અય્યર 3, તિલક વર્મા 19 અને વોશિંગ્ટન સુંદર 9 રન બનાવીને આઉટ થયા.

શિવમ દુબેએ ચોક્કસપણે 14 બોલમાં 25 રન બનાવ્યા, પરંતુ બીજા છેડેથી તેને કોઈનો સાથ ન મળ્યો. આઈપીએલ (IPL) દરમિયાન આ તમામ બેટ્સમેનો શાનદાર ફોર્મમાં હતા, પરંતુ ઈન્ટરનેશનલ સ્ટેજ પર તેઓ આ પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્યા નહીં. ભારતીય બેટિંગ લાઈન-અપે આયર્લેન્ડ સામે ખરાબ રીતે નિરાશ કર્યા.