Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : ICC ODI Rankings / Indian 'Trinity' makes race for No.1 ranking interesting, England player also benefits

VIDEO: ICC ODI Rankings / ભારતીય 'ત્રિમૂર્તિ' એ નંબર-1 રેન્કિંગની રેસને રસપ્રદ બનાવી, ઈંગ્લેન્ડના ખેલાડીને પણ થયો ફાયદો

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ બાદ લેટેસ્ટ ICC ODI રેન્કિંગમાં થોડી હિલચાલ જોવા મળી છે. ભારતના ટોપ ઓર્ડરના બેટ્સમેન વચ્ચે નંબર-1 સ્થાન માટે સ્પર્ધા છે. ત્રણ ઈન-ફોર્મ ભારતીય ખેલાડીઓ ICC મેન્સ ODI બેટ્સમેન રેન્કિંગમાં ટોપ પર પહોંચવાની ખૂબ નજીક પહોંચી ગયા છે.

App Store

ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેચેલ 50-ઓવર ક્રિકેટમાં નંબર-1 બેટ્સમેન છે. શુભમન ગિલ (બીજા), વિરાટ કોહલી (ત્રીજા) અને રોહિત શર્મા (ચોથા) એ ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝમાં ભારત માટે પ્રભાવશાળી પ્રદર્શન કરીને પોતાની સ્થિતિ મજબૂત કરી છે.

ગિલે 188 રન બનાવ્યા

ગિલે ત્રણ મેચમાં કુલ 188 રન બનાવ્યા, જેના કારણે તે ટોપ પર રહેલા મિચેલ (802 રેટિંગ પોઈન્ટ) થી એક રેટિંગ પોઈન્ટ પાછળ રહ્યો છે. દરમિયાન, કોહલી (767 પોઈન્ટ) અને રોહિત (758 પોઈન્ટ) પણ ઈંગ્લેન્ડ સામે તાજેતરમાં રમાયેલી ત્રણ મેચની સિરીઝમાં પ્રભાવશાળી પ્રદર્શન બાદ તેમનાથી પાછળ નથી. ઈંગ્લેન્ડના અનુભવી ખેલાડી જો રૂટે 249 રન બનાવ્યા હતા. જમણા હાથના આ બેટ્સમેનને તેના પ્રદર્શન માટે પુરસ્કાર મળ્યો હતો, જે ODI બેટિંગ રેન્કિંગમાં ચાર સ્થાન ઉપર આવીને આઠમા સ્થાને પહોંચી ગયો છે.

  • ડેરિલ મિશેલ: 802 રેટિંગ
  • શુભમન ગિલ: 801 રેટિંગ
  • વિરાટ કોહલી: 767 રેટિંગ
  • રોહિત શર્મા: 758 રેટિંગ
  • ઈબ્રાહિમ ઝદરાન: 712 રેટિંગ

આને પણ ફાયદો થયો

બેન ડકેટ (11 સ્થાન ઉપર 19મા સ્થાને) અને જેકબ બેથેલ (5 સ્થાન ઉપર 64મા સ્થાને) એ પણ ODI બેટ્સમેનોની યાદીમાં પોતાનું સ્થાન સુધાર્યું છે. દરમિયાન, ન્યુઝીલેન્ડના માઈકલ બ્રેસવેલ (6 સ્થાન ઉપર 54મા સ્થાને) અને માર્ક ચેપમેન (10 સ્થાન ઉપર 62મા સ્થાને) ના પણ વેસ્ટ ઈન્ડિઝ સામેના પ્રભાવશાળી બેટિંગ પ્રદર્શન બાદ રેન્કિંગમાં સુધારો થયો છે.

બોલિંગ રેન્કિંગ

અફઘાનિસ્તાનનપ સ્પિનર ​​રાશિદ ખાન ODI બોલર્સના રેન્કિંગમાં ટોચ પર યથાવત છે. ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને પણ આ અઠવાડિયે ફાયદો મળ્યો છે. ભારત સામેની સિરીઝમાં પાંચ વિકેટ લીધા બાદ તે એક સ્થાન ઉપર ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. અબરાર અહેમદ બીજા સ્થાને છે.

વેસ્ટ ઈન્ડિઝનો સ્પિનર ​​ગુડાકેશ મોતી (9મા સ્થાને) ટોપ 10માં પ્રવેશ કરનાર વધુ એક મોટો ખેલાડી છે. તેના સાથી ખેલાડીઓ અલઝારી જોસેફ (26મા સ્થાને), બ્રેસવેલ (29મા સ્થાને) અને ભારતીય સ્પિનર ​​અક્ષર પટેલ (10 સ્થાન ઉપર સંયુક્ત રીતે 32મા સ્થાને) એ પણ રેન્કિંગમાં સુધારો કર્યો છે.

ઓલ-રાઉન્ડર્સ રેન્કિંગ

બ્રેસવેલ લેટેસ્ટ ODI ઓલ-રાઉન્ડર્સ રેન્કિંગમાં પણ આગળ વધ્યો છે. 35 વર્ષીય અનુભવી ખેલાડી કારકિર્દીના શ્રેષ્ઠ રેટિંગ સાથે બે સ્થાન ઉપર ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેની આગળ અફઘાનિસ્તાનનો અઝમતુલ્લાહ ઓમરઝાઈ અને બાંગ્લાદેશનો મેહદી હસન મિરાઝ છે.

ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રણ મેચની સિરીઝના સમાપન પછી, T20I રેન્કિંગમાં પણ કેટલાક ફેરફારો જોવા મળ્યા છે. ઝિમ્બાબ્વેનો જમણા હાથનોબેટ્સમેન બ્રાયન બેનેટ T20I બેટ્સમેનોના રેન્કિંગમાં બે સ્થાન ઉપર પહોંચીને નવમા સ્થાને પહોંચી ગયો છે, જેનાથી તેણે પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ રેટિંગ પ્રાપ્ત કર્યું છે, જ્યારે બાંગ્લાદેશના તાંઝીદ હસન (20મું) અને સૈફ હસન (27મું) ના સ્થાનમાં પણ સુધારો થયો છે.