Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : ICC fined Mohammad Nabi for argument with umpire

SA vs AFG / મોહમ્મદ નબીને અમ્પાયર સાથે દલીલ કરવી ભારે પડી, મેચ બાદ ICCએ ફટકાર્યો દંડ

Timeછેલ્લું અપડેટ : 12 Feb 2026
લાઇવ ટીવીGoogle News
SA vs AFG / મોહમ્મદ નબીને અમ્પાયર સાથે દલીલ કરવી ભારે પડી, મેચ બાદ ICCએ ફટકાર્યો દંડ
સોર્સ : GSTV

સાઉથ આફ્રિકા સામેની ડબલ સુપર ઓવરવાળી મેચ દરમિયાન અમ્પાયર સાથે દલીલ કરવા બદલ ICC દ્વારા અફઘાનિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર મોહમ્મદ નબી પર દંડ ફટકારવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકા સામેની T20 વર્લ્ડ કપ ગ્રુપ D મેચ દરમિયાન ICC આચારસંહિતાના લેવલ 1 ભંગ બદલ તેને તેની મેચ ફીના 15% દંડ ફટકારવામાં આવ્યો છે.

App Store

ICCએ મોહમ્મદ નબીને દંડ ફટકાર્યો

મોહમ્મદ નબી ખેલાડીઓ અને ખેલાડી સહાયક કર્મચારીઓ માટેની આચારસંહિતાની કલમ 2.4 ના ઉલ્લંઘન બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જે 'આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન અમ્પાયરની સૂચનાનો અનાદર કરવા' સાથે સંબંધિત છે. વધુમાં નબીના શિસ્ત રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે, જે છેલ્લા 24 મહિનામાં તેનો પ્રથમ ગુનો છે.

નબીએ પોતાની ભૂલ સ્વીકારી અને ICC ઈન્ટરનેશનલ પેનલ મેચ રેફરી ડેવિડ ગિલ્બર્ટ દ્વારા પ્રસ્તાવિત દંડ સ્વીકાર્યો છે, તેથી ઔપચારિક સુનાવણીની જરૂર નહોતી.

આ ઘટના ક્યારે બની?

આ ઘટના અફઘાનિસ્તાનની ઈનિંગની 14મી ઓવરની શરૂઆતમાં બની હતી, જ્યારે નબીએ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી ન્ગીડીના હાથના બેન્ડને લઈનેર અમ્પાયર સાથે ઝઘડો કર્યો હતો. ડબલ સુપર ઓવરને કારણે મેચ ખૂબ જ રોમાંચક બની હતી, જેમાં સાઉથ આફ્રિકાએ બીજી સુપર ઓવરમાં નબીની ટીમને હરાવી હતી.

મોહમ્મદ નબી મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ ગયો

સાઉથ આફ્રિકા સામેની મેચમાં મોહમ્મદ નબી મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ ગયો. તેણે બોલિંગ કરતી વખતે બે ઓવરમાં 20 રન આપ્યા હતા, પરંતુ કોઈ સફળતા નહતી મળી, જ્યારે બેટિંગ કરતી વખતે તેણે માત્ર 5 રન જ બનાવ્યા હતા.

અફઘાનિસ્તાનના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝે મેચમાં 42 બોલમાં 84 રન બનાવ્યા હતા. તેણે બીજી સુપર ઓવરમાં સતત 3 બોલ પર 3 છગ્ગા ફટકારીને પોતાની ટીમને જીત અપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ અફઘાનિસ્તાનની ટીમ બીજી સુપર ઓવરમાં 4 રનથી મેચ હારી ગઈ.