Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Hardik Pandya ruled out due to injury this all-rounder joins the squad

IND-A vs AUS-A / હાર્દિક પંડ્યાના બહાર થયા બાદ આ ઓલરાઉન્ડરને મળી તક, નમન ધીરનો રિપ્લેસમેન્ટ પણ જાહેર

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2026
લાઇવ ટીવીGoogle News
IND-A vs AUS-A / હાર્દિક પંડ્યાના બહાર થયા બાદ આ ઓલરાઉન્ડરને મળી તક, નમન ધીરનો રિપ્લેસમેન્ટ પણ જાહેર
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા A સામેની ત્રણ મેચોની અનઓફિશિયલ ODI સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ મુંબઈના વિસ્ફોટક ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. IPL 2026 પછી ક્રિકેટથી દૂર રહેલા હાર્દિક પંડ્યાને ગયા મહિને જ આ સિરીઝ માટે ઈન્ડિયા A સ્ક્વોડમાં પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ ઈજાના કારણે તે આ સિરીઝનો ભાગ નહીં બની શકે.

App Store

શેડગેએ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો

એક અહેવાલ મુજબ, સૂર્યાંશ શેડગેએ હાલમાં જ બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હતો. મેડિકલ ટીમ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ તે તુરંત પુડુચેરી માટે રવાના થઈ ગયો છે, અને ટીમ સાથે જોડાઈ ગયો છે. શેડગેએ આ જ વર્ષે જૂનમાં બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે T20 મેચ રમીને ભારત માટે પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યું હતું. આ ફેરફારના કારણે હવે શેડગે 11 ઓક્ટોબરથી વાનખેડે સ્ટેડિયમમાં ચંડીગઢ સામે રમાનારી મુંબઈની રણજી ટ્રોફી ઓપનર મેચમાં નહીં રમી શકે.

નમન ધીરની જગ્યાએ અનુકૂલ રોયને તક

માત્ર હાર્દિક પંડ્યા જ નહીં, પરંતુ નમન ધીર પણ ઓસ્ટ્રેલિયા A સામેની આ સિરીઝમાં રમતો નહીં જોવા મળે. નમનને 1 ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચોની T20 સિરીઝ માટે વોશિંગ્ટન સુંદરના વિકલ્પ તરીકે સીનિયર ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. નમન ધીરની જગ્યાએ ઈન્ડિયા A ટીમમાં અનુકૂલ રોયને સ્થાન મળ્યું છે. ઋતુરાજ ગાયકવાડની કપ્તાની હેઠળ રમનારી ઈન્ડિયા A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે આ સિરીઝ પુડુચેરીમાં 6 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર વચ્ચે રમાશે.

ઓસ્ટ્રેલિયા A સિરીઝ માટે ભારતની અપડેટ થયેલી ટીમ

ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ (વાઈસ કેપ્ટન), પ્રિયાંશ આર્યા, સાઈ સુદર્શન, રજત પાટીદાર, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), નિશાંત સિંધુ, વિપ્રજ નિગમ, અર્શિન કુલકર્ણી, અરશદ ખાન, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), ગુરજપનીત સિંહ, યશ ઠાકુર અને સૂર્યાંશ શેડગે.