Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : England announce their squad for the Ashes

ઇંગ્લેન્ડે Ashes માટે જાહેર કરી પોતાની ટીમ, આ ખેલાડીને સોપી મોટી જવાબદારી

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2025
લાઇવ ટીવીGoogle News
ઇંગ્લેન્ડે Ashes માટે જાહેર કરી પોતાની ટીમ, આ ખેલાડીને સોપી મોટી જવાબદારી
સોર્સ : X

ઓસ્ટ્રેલિયા સામે 21 નવેમ્બરથી શરૂ થનારી Ashes સિરીઝ માટે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)એ બેન સ્ટોક્સને કેપ્ટન બનાવ્યો છે જ્યારે હેરી બ્રુકને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઓલી પોપની જગ્યાએ તેને આ જવાબદારી સોપવામાં આવી છે. ઇંગ્લેન્ડની 16 સભ્યોની ટીમમાં મેથ્યૂ પોટ્સ અને વિલ જેક્સને પણ સામેલ કરવામાં આવ્યા છે.

App Store

Ashes માટેની ઇંગ્લેન્ડની ટીમ

બેન સ્ટોક્સ (કેપ્ટન), હેરી બ્રુક (વાઇસ કેપ્ટન), મેથ્યુ પોટ્સ, જોફ્રા આર્ચર, બ્રાયડન કાર્સ, જો રૂટ, ગેસ એટકિન્સન, જેક ક્રોઅલી, જેમી સ્મિથ, શોએબ બશીર, બેન ડકેટ, જોશ ટંગ, જેકબ બેથેલ, વીલ જેક્સ, માર્ક વુડ, ઓલી પોપ

ઇંગ્લેન્ડની મજબૂત ટીમ

બેન સ્ટોક્સ સિવાય ટીમમાં અનુભવી ખેલાડી જો રૂટ, જેક ક્રોલી, બેન ડકેટ અને ઓલી પોપનું નામ પણ સામેલ છે જ્યારે જેમી સ્મિથ વિકેટ કીપરની ભૂમિકામાં જોવા મળશે.ફાસ્ટ બોલર માર્ક વુડ ઘૂંટણની ઇજામાંથી સ્વસ્થ થયા બાદ ટીમમાં પરત ફર્યો છે. શોએબ બશીર જેને ભારત વિરૂદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ દરમિયાન આંગળીમાં ઇજા થઇ હતી તેને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

ભારત વિરૂદ્ધ સિરીઝ વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરનારા જોફ્રા આર્ચર ફાસ્ટ બોલિંગ યુનિટને સંભાળશે. આ સિવાય કાર્સ, એટકિન્સન, ટંગ,વુડ અને પોર્ટ્સ અન્ય ફાસ્ટ બોલર છે. 16 સભ્યોની ટીમમાં શોએબ બશીર મુખ્ય સ્પિનર છે જ્યારે જો રૂટ, જેકોબ બેથેલ અને વિલ જેક્સ અન્ય સ્પિનર છે.