Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Dewald Brevis hit a no-look six of 97 meters

VIDEO: ડેવાલ્ડ બ્રેવિસે ફટકારી 97 મીટરની નો-લૂક સિક્સ; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ક્લિપ

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ, જેને 'બેબી એબી' તરીકે ઓળખવામાં આવે છે, તે હાલમાં ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ધ હન્ડ્રેડ 2026 ટુર્નામેન્ટમાં ધૂમ મચાવી રહ્યો છે. રવિવારે બર્મિંઘમ ફોનિક્સ અને લંડન સ્પિરિટ વચ્ચેની મેચમાં, બ્રેવિસે એક શક્તિશાળી શોટ ફટકાર્યો જેણે વિશ્વનું ધ્યાન ખેંચ્યું. બ્રેવિસે 97 મીટરની શાનદાર 'નો-લુક' સિક્સ મારીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

App Store

ડેવાલ્ડ બ્રેવિસની નો-લુક સિક્સથી લોકો ચોંકી ગઈ

રવિવાર, 9 ઓગસ્ટના રોજ રમાયેલી ધ હન્ડ્રેડ મેચમાં, લંડન સ્પિરિટે બર્મિંઘમ ફોનિક્સને 7 વિકેટથી હરાવ્યું. 163 રનનો ટાર્ગેટ ચેઝ કરતા, લંડન સ્પિરિટે માત્ર 82 બોલમાં 166/3 રન બનાવ્યા અને 18 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી. ડેવાલ્ડ બ્રેવિસ અને લિયામ લિવિંગસ્ટોન ટીમની જીતના હીરો હતા. બ્રેવિસે 31 બોલમાં અણનમ 55 રનની શાનદાર ઈનિંગ રમી.

પોતાની ઈનિંગ દરમિયાન, બ્રેવિસે 97 મીટરની નો-લુક સિક્સ ફટકારીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેણે ઈનિંગના 36મા બોલ પર આ સિદ્ધિ હાંસલ કરી. બ્રેવિસે રેહાન અહેમદના બોલ પર લોંગ-ઓન તરફ એક શક્તિશાળી શોટ માર્યો, અને બોલ સીધો બાઉન્ડ્રીની બહાર ગયો. શોટ માર્યા પછી તેણે બોલ તરફ જોયું પણ નહીં. બ્રેવિસની નો-લુક સિક્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેની અનોખી સ્ટાઇલને પસંદ કરી રહ્યા છે.

લિવિંગસ્ટોને પણ 104 મીટરની સિક્સ ફટકારી

જોકે, ટાર્ગેટ ચેઝ કરતા લંડન સ્પિરિટે સારી શરૂઆત નહતી કરી, ટીમે માત્ર 10 રન પર જ જોની બેયરસ્ટોની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ લિયામ લિવિંગસ્ટોન અને ડેવાલ્ડ બ્રેવિસે કમાન સંભાળી. સાથે મળીને, તેઓએ 103 રનની શાનદાર પાર્ટનરશિપ કરી અને મેચ લંડન સ્પિરિટના પક્ષમાં ફેરવી દીધી. લિવિંગસ્ટોને શાનદાર બેટિંગ કરી, માત્ર 30 બોલમાં 66 રન બનાવ્યા. લિવિંગસ્ટને તેની ઈનિંગ દરમિયાન 104 મીટરનો ઉંચો છગ્ગો પણ ફટકાર્યો હતો.