ધોનીની ફિલ્મે આ ખેલાડીની લાઇફ બદલી, સેલ્સમેનની નોકરી છોડી સંન્યાસ લેવાની ઉંમરમાં કર્યું ઇન્ટરનેશનલ ડેબ્યૂ

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં દરેક ખેલાડી કોઇને કોઇ ક્રિકેટરને પોતાનો આદર્શ માને છે. ભારતીય ખેલાડીઓને પસંદ કરનારાઓ દુનિયાભરમાં છે પરંતુ પાકિસ્તાનમાં એક ક્રિકેટરની કહાની સૌથી અલગ છે. ક્રિકેટ છોડી સેલ્સમેનની નોકરી કરતા એક પાકિસ્તાની ક્રિકેટર પર મહેન્દ્રસિંહ ધોનીએ નહીં પણ તેની ફિલ્મે એવી અસર કરી કે તેને કામ છોડીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું.
પાકિસ્તાનના મિસ્ટ્રી સ્પિનર ઉસ્માન તારિકને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પ્રેરણા આપી. આ મહિનાની એક તારીખે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા પાક સ્પિનરને પ્રેરણા મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક જોયા બાદ મળી હતી.
1 નવેમ્બર 2025માં કરાચીમાં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ટી-20 મેચ રમનારા તારિકે આ વાતનો ખુલાસો કર્યો છે. તારિકે જણાવ્યુ કે ક્રિકેટમાં તેની શાનદાર વાપસીની પ્રેરણા સ્ત્રોત એમએસ ધોનીની બાયોપિક હતી જેને રમતથી દૂર રહ્યા બાદ તેના જુસ્સાને ફરી જગાવ્યો હતો.
27 વર્ષના ઉસ્માન તારિકે જણાવ્યુ કે દુબઇની નોકરી છોડી પોતાના ક્રિકેટ રમવાના સપનાને એક અંતિમ તક આપવાનો નિર્ણય કર્યો. તારિકે જણાવ્યુ, મે રમત છોડી દીધી હતી કારણ કે મારૂ સિલેક્શન થયું નહતું. દુબઇમાં એક કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો, ત્યા મે એમએસ ધોની:ધ અનટોલ્ડ સ્ટોરી જોઇ અને તેનાથી મને પ્રેરણા મળી. મે નોકરી છોડી દીધી અને ક્રિકેટ રમવા માટે ફરી પાકિસ્તાન આવી ગયો.
મહેન્દ્રસિંહ ધોની રેલ્વેમાં ટિકિટ કલેક્ટરનું કામ કરતો હતો. કામ અને રમત વચ્ચે તાલમેલ બેસાડી શકતો નહતો. એવામાં ક્રિકેટને પ્રથમ પસંદ બનાવી અને પછી તેને સતત મહેનત કરી દરેક જગ્યાએ જઇને લીગ રમ્યો. તારિકે 2025માં કેરેબિયન પ્રીમિયર લીગમાં 20 વિકેટ ઝડપી અને પછી પાકિસ્તાન તરફથી ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરવામાં સફળ રહ્યો.

